બૉક્સ-ઑફિસ પર ફિલ્મ કેવો બિઝનેસ કરશે એ કોઈ ન કહી શકે : વરુણ ધવન

23 June, 2022 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણ ધવને જણાવ્યું છે કે કઈ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કેવો બિઝનેસ કરશે એ વિશે કોઈ ન જણાવી શકે.

વરુન ધવન

વરુણ ધવને જણાવ્યું છે કે કઈ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કેવો બિઝનેસ કરશે એ વિશે કોઈ ન જણાવી શકે. કિયારા અડવાણી સાથેની તેની ‘જુગ જુગ જીયો’ ૨૪ જૂને રિલીઝ થવાની છે. ૧૦ વર્ષની તેની કરીઅરમાં તેણે ૧૧ હિટ ફિલ્મો આપી છે. ફિલ્મો હિટ રહેશે કે ફ્લૉપ એ વિશેનું ભવિષ્ય કોઈ ન કહી શકે એવું જણાવતાં વરુણ ધવને કહ્યું કે ‘પ્રામાણિકપણે કહું તો આપણે કેટલી પણ ધારણા બાંધીએ, વિશ્લેષણ કરીએ અને ફિલ્મના ભવિષ્ય વિશે ચર્ચા કરીએ પરંતુ કોઈ એ ન જણાવી શકે કે બૉક્સ-ઑફિસ પર ફિલ્મ કેવી ચાલશે. આ વસ્તુ તો આપણે હાલમાં જ જોઈ પણ છે. મહામારી બાદ વસ્તુસ્થિતિ બદલાઈ ગઈ છે. જોક એક વસ્તુ છે જે નથી બદલાઈ અને એ છે લોકો હજી પણ થિયેટરમાં જઈને મનોરંજન માટે ફિલ્મ જોવાનું પસંદ કરે છે.’
રાજ મહેતાએ ડિરેક્ટ કરેલી અને કરણ જોહરે પ્રોડ્યુસ કરેલી ‘જુગ જુગ જીયો’ને થિયેટર્સમાં રિલીઝ કરવા વિશે વરુણ ધવને કહ્યું કે ‘આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીમાં કરણ મોટું નામ છે. બૉક્સ-ઑફિસની રમતથી તે પૂરી રીતે અવગત છે. તે ફિલ્મ જુએ છે, એને પ્રેમ કરે છે અને એને થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લે છે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર સીધી એને રિલીઝ કરવાની અમને ફાઇનૅન્શિયલી સારીએવી ઑફર્સ આવી હતી, પરંતુ તેણે ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવાનું જોખમ લીધું છે.’

bollywood news varun dhawan