સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા રિયાના ખાતામાં ટ્રાન્સફર નથી થયાં

14 August, 2020 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા રિયાના ખાતામાં ટ્રાન્સફર નથી થયાં

સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સાથે જોડાયેલ સૂત્રોના હવાલે દાવો કરવામાં આવ્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી રિયાના ખાતામાં સીધા ટ્રાન્ઝેક્શનના કોઈ પુરાવા નથી મળ્યા. જોકે, આ વાત સ્પષ્ટ છે કે અભિનેતાના અકાઉન્ટમાંથી અંદાજે 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. હવે ઈડી આ વાતની જાણકારી ભેગી કરી રહી છે કે, આ પૈસા કોના ખાતામાં જમા થયા.

મુંબઈ મિરરના અહેવાલ પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂતના ખાતાઓમાંથી નેટબેકિંગ અને ડેબિટ કાર્ડ દ્વારા થયેલ ટ્રાન્ઝેક્શનની તપાસ હજુ ચાલુ છે. ઈડી સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યું કે, આ ટ્રાન્ઝેક્શનનું મેપિંગ કરીને એ જાણવામાં મદદ મળશે કે પૈસા ક્યાં ગયા અને આવું કરવાનો હેતુ શું હતો? સૂત્રએ એવું પણ કહ્યું છે કે, અમે એ વાતની તપાસ કરી રહ્યાં છીએ કે ડેબિટ કાર્ડ્સ અને નેટબેન્કિંગનો ઉપયોગ કોણ કરતું હતું. જેની પાસે પિન અને પાસવર્ડ હશે તે એક્સેસ કરતા હશે અને તે ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે, સુશાંતે 2.78 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. તેમાં GST પણ સામેલ છે. એમ પણ જાણવા મળ્યું છે કે, તે ઘણો ઉદાર હતો અને ઘણીવાર તેના જરૂરિયાતમંદ નજીકના લોકોની મદદ માટે તૈયાર રહેતો હતો. એક અન્ય સૂત્રએ જણાવ્યું છે કે, રિયા અને સુશાંત એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં એટલે તેમની વચ્ચે બીજા અન્ય ખાતાઓમાંથી નાના મોટા ટ્રાન્ઝેક્શનની આશા રાખવામાં આવી રહી છે. પરંતુ અત્યાર સુધીમાં જે માહિતી સામે આવી છે તે મુજબ, જે ખાતામાંથી 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા તે ખાતામાંથી રિયાના ખાતામાં કોઈ રકમ સીધી ટ્રાન્સફર નથી થઈ. હવે ઈડીએ તપાસ કરવાની ટ્રાય કરી રહી છે કે, સુશાંત સિંહ રાજપૂત રિયા અને તેના ભાઈ શોવિક સાથે બિઝનેસમાં કઈ રીતે જોડાયો. સુશાંતની બે કંપનીઓમાં રિયા અને તેનો ભાઈ શોવિક ડિરેક્ટર છે.

તમને જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે આરોપ લગાવ્યો હતો કે તેના દીકરાના બેન્ક અકાઉન્ટમાં 17 કરોડ રૂપિયા હતા જેમાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ ગઈ છે. તેમણે રિયા ચક્રવર્તી, તેના પિતા, ભાઈ, માતા સંધ્યા અને બે મેનેજર શ્રુતિ મોદી અને સેમ્યુઅલ મિરાન્ડા વિરુદ્ધ FIR ફાઈલ કરી છે. 31 જૂલાઈએ ઈડીએ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput rhea chakraborty