‘સાંડ કી આંખ’ના ડિરેક્ટરે કહ્યુ, લોકો ગમે તે બોલે, તાપસી-ભૂમિ પર્ફેક્ટ

13 October, 2019 01:52 PM IST  |  અમદાવાદ | પાર્થ દવે

‘સાંડ કી આંખ’ના ડિરેક્ટરે કહ્યુ, લોકો ગમે તે બોલે, તાપસી-ભૂમિ પર્ફેક્ટ

તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકર

ડિરેક્ટર તુષાર હીરાનંદાનીએ ‘સાંડ કી આંખ’ની કાસ્ટને લઈને થયેલી ટિપ્પણીઓ પર કહ્યું કે ‘જ્યારે ‘સત્યમેવ જયતે’ પર ચંદ્રો અને પ્રકાશી તોમરનો એપિસોડ જોઈને મેં અને મારી પત્નીએ નક્કી કર્યું કે અમને આ બન્નેના જીવન પરથી ફિલ્મ બનાવવી છે ત્યારે એ બન્નેના પાત્ર માટે પણ અમારા જેટલા જ ઉત્સાહી કલાકારો જોઈતા હતા જેઓ આ વાર્તા માટે પૅશનેટ હોય. તાપસી તો અમને સામેથી જ મળી ગઈ. પછી બીજી યુવતી શોધવાની હતી. અમે અભિનેત્રીઓને અપ્રોચ કરી એમાં ભૂમિ મળી, જે આ વાર્તા સાંભળીને ડરી નહીં જેમાં તેને વૃદ્ધ મહિલાનું પાત્ર ભજવવાનું છે. અમે જે રીતે ફિલ્મને કલ્પી રહ્યા હતા તાપસી અને ભૂમિ પણ એ જ રીતે જોઈ રહી હતી. એથી મારા માટે આ બન્ને અભિનેત્રીઓ એકદમ પર્ફેક્ટ છે, બન્ને યુએસપી છે અમારી ફિલ્મની ભલે લોકો ગમે તે કહે.’

આ પણ વાંચો : ફિલ્મ તૂફાનમાં બૉક્સિંગ કરતા સમયે ફરહાન અખ્તરને થયું ફ્રેક્ચર

રાઇટર અને ડિરેક્ટર તુષાર હીરાનંદાની ‘મધર ઇન્ડિયા’ ફિલ્મના ફૅન છે. ‘સાંડ કી આંખ’માં ફિલ્મને ટ્રિબ્યુટ પણ આપી છે. ભૂમિનું પાત્ર ટેન્ટમાં બેસીને ‘મધર ઇન્ડિયા’ ફિલ્મ જુએ છે. તુષાર કહે છે કે ‘નરગિસજી જ્યારે એ ફિલ્મ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ ૨૮ વર્ષનાં હતાં. તેમણે શરૂઆતમાં યંગ મધરનો રોલ પ્લે કર્યો અને પછી વૃદ્ધનો. તો એ જ પૅટર્ન મેં પણ અહીં યુઝ કરી છે. ઘણી જગ્યાએ તમને ‘મધર ઇન્ડિયા’ના ડાયલૉગ્સ ને રેફરન્સિસ જોવા મળશે.’

taapsee pannu bhumi pednekar bollywood news