Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ તૂફાનમાં બૉક્સિંગ કરતા સમયે ફરહાન અખ્તરને થયું ફ્રેક્ચર

ફિલ્મ તૂફાનમાં બૉક્સિંગ કરતા સમયે ફરહાન અખ્તરને થયું ફ્રેક્ચર

13 October, 2019 01:54 PM IST | મુંબઈ

ફિલ્મ તૂફાનમાં બૉક્સિંગ કરતા સમયે ફરહાન અખ્તરને થયું ફ્રેક્ચર

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર


ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટાર્સ ઘણીવાર ઘાયલ થઈ જાય છે. થોડા દિવસ પહેલા એબીસીડી સ્ટ્રીટ ડાન્સરના શૂટિંગ દરમિયાન વરૂણ ધવનને ઈજા થઈ હતી. વૉરના શૂટિંગ દરમિયાન વાણી કપૂર ઘાયલ થઈ ગઈ હતી. હવે તૂફાનના શૂટિંગ દરમિયાન ફરહાન અખ્તરને ઈજા થઈ છે. ફરહાનની આ ફિલ્મમાં બૉક્સરનું કિરદાર નિભાવી રહ્યા છે અને ચિંતાની વાત એ છે કે તેમને હાથમાં ઈજા થઈ છે.




ફરહાનને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને આ વાતની જાણકારી ફરહાને પોતાન ઈન્સ્ટાગ્રામ પર આપી છે. ફરહાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક્સ-રેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમણે એક માર્ક કરીને એ જણાવ્યું છે કે તેમના હાથમાં ત્યાં ફ્રેક્ચર થયું છે. ફોટો શેર કરતા એક્ટરે લખ્યું કે, હાં આ મારી પહેલી બૉક્સિંગ ઈન્જરી છે. મારા કાંડાની પાસેના ભાગમાં હેરલાઈન ફ્રેક્ચર થઈ ગયું છે.


આ પણ જુઓઃ ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો

તમને જણાવી દઈએ કે તૂફાનમાં ફરહાન એક બૉક્સરની ભૂમિકા નિભાવવાના છે જેના માટે તેઓ વર્લ્ડ ક્લાસ કિક બૉક્સિંગ ચેમ્પિય ડ્રૂ નીલ પાસેથી પણ ટ્રેનિંગ લઈ ચુક્યા છે. ફરહાનની સાથે ફિલ્મમાં પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં છે જે તેમના બૉક્સિંગ કોચની ભૂમિકા નિભાવશે. ફિલ્મ તૂફાને રાકેશ ઓમપ્રકાશ મહેરા પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. આ સિવાય હાલમાં જ ફરહાનની ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંક રિલીઝ થઈ છે. જેમાં પ્રિયંકા ચોપરા તેની સાથે લીડ રોલમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 01:54 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK