કેવો હશે રામાયણના પહેલા ભાગનો અંત?

03 August, 2026 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીએ ચર્ચા દરમ્યાન આ વાતનો ખુલાસો કર્યો

નિતેશ તિવારી

રણબીર કપૂરને ભગવાન રામના રોલમાં ચમકાવતી નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ‘રામાયણ’ બે ભાગમાં રિલીઝ થશે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે અને એની દરેક નાની-મોટી માહિતી જાણવા માટે લોકો આતુર છે. હવે એક કાર્યક્રમ દરમ્યાન ડિરેક્ટર નિતેશ તિવારીએ ફિલ્મના પહેલા ભાગના અંત વિશે મહત્ત્વનો ખુલાસો કર્યો છે. વાતચીતમાં નિતેશ તિવારીએ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાના નિર્ણય વિશે જણાવતાં કહ્યું હતું કે ‘રામાયણ એક સીધી અને સ્પષ્ટ વાર્તા છે. પહેલા ભાગનો અંત અમે એક ખાસ વળાંક પર લાવી રહ્યા છીએ. આ એવો વળાંક હશે કે દર્શકો થિયેટરમાંથી બહાર નીકળતાંની સાથે જ બીજા ભાગની આતુરતાપૂર્વક રાહ જોવા લાગશે. આ એવી વાર્તા છે જેને બે ભાગમાં કહેવી જરૂરી છે. એને એક જ ભાગમાં સમાવી શકાય નહીં.’

nitesh tiwari ramayan ranbir kapoor yash naveen kumar gowda sai pallavi rakul preet singh lara dutta Arun Govil vivek oberoi entertainment news indian films indian cinema bollywood news bollywood controversies bollywood buzz bollywood movie review bollywood gossips bollywood events bollywood