આ મૂળ ગુજરાતી HBOના વિઝનરી પ્રોગ્રામમાં આવ્યા પ્રથમ સ્થાને

17 June, 2019 02:48 PM IST  |  અમદાવાદ

આ મૂળ ગુજરાતી HBOના વિઝનરી પ્રોગ્રામમાં આવ્યા પ્રથમ સ્થાને

આ મૂળ ગુજરાતી HBOના વિઝનરી પ્રોગ્રામમાં આવ્યા પ્રથમ સ્થાને

મૂળ ગુજરાતી નિરવ ભક્તાએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે. HBOના એશિયન પેસિફિક અમેરિકન વિઝનરીઝ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં નિરવ અને ગાયત્રી પ્રથમ સ્થાને આવી છે. આ પહેલી વાર છે કે સાઉથ એશિયન ફિલ્મ આવા કોઈ વિઝનરી પ્રોગ્રામનો ભાગ બની હોય.

હલવામાં એક એવી ભારતીય કુટુંબની મહિલાની વાત છે જે તેના બાળપણના મિત્ર સાથે ફેસબુકના માધ્યમથી વાત કરતી હોય છે. બધું સારું જ ચાલી રહ્યું હોય છે જ્યાં સુધી તેના મારપીટ કરતા પતિના ધ્યાનમાં આ વાત નથી આવતી.


આ ફિલ્મ HBO પર જોઈ શકાય છે. સાઉથ એશિયા એક એવી સંસ્કૃતિ છે જે સ્ટીરીયોટાઈપ થઈ કઈ છે. જેમાં બતાવવામાં આવે છે કે વડીલો કોઈકના લગ્ન કરાવવામાં લાગેલા હોય છે. અમારી ફિલ્મના માધ્યમથી અમને આશા છે કે અમે લોકોનું ધ્યાન ખેંચી શક્યા. અને તેમનું જીવન કેવું હોય છે તે લોકોને બતાવી શક્યા.

ફિલ્મની સફળતાથી ખુશ નિરવ ભક્તા કહે છે કે, "હું ગુજરાતી છું અને સુરત પાસેના વાવ ગામનો છું. ગેમ ઓફ થ્રોન્સ જેવી સીરિઝની સાથે અમારી ફિલ્મને HBO વિઝનરી અવોર્ડ મળ્યો છે. આ અવૉર્ડ જીતનારો હું સૌથી પહેલો ભારતીય છું. આ માટે 300 ફિલ્મો વચ્ચે હરિફાઈ હતી અને મારી ફિલ્મની પસંદગી થઈ છે. HBOના ટોપ એક્ઝિક્યુટિવ્ઝની પેનલે અમારી ફિલ્મને વિજેતા તરીકે ચૂંટી છે. મારા દાદી આજે પણ સવારે તમામ ગુજરાતી અખબારો વાંચે છે. મને આશા છે કે તમારા સપોર્ટથી હું તેમને ગૌરવ અપાવી શકીશ. મારી જીત માત્ર મારી જ નહીં, હું આપણા માટે વધુ ફિલ્મો બનાવવા માટે આતુર છું."

bollywood news