Priyanka Chopra સાથે બોલીવુડના ગીત પર નિકે લગાડ્યાં ઠૂમકા, વીડિયો વાયરલ

17 September, 2019 02:53 PM IST  |  મુંબઈ ડેસ્ક

Priyanka Chopra સાથે બોલીવુડના ગીત પર નિકે લગાડ્યાં ઠૂમકા, વીડિયો વાયરલ

નિક જોનાસે લગાડ્યા બોલીવુડ ગીત પર ઠૂમકા

બોલીવુડથી લઇને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપરા અને પતિની જોડી લોકોને ખૂબ જ ગમે છે. બન્નેની સુંદર તસવીરો અને વીડિયોધ ઘણીવાર દર્શકોને કપલ ગૉલ્સ આપે છે. તાજેતરમાં જ નિક અને પ્રિયંકાનો એક સરસ વીડિયો સામે આવ્યો છે જેમાં નિક દેશી ગીત પર ખૂબ ઠૂમા લગાવતો જોવા મળે છે.

તાજેતરમાં જ નિક જોનાસ પૂરા 27 વર્ષનો થયો છે, આ ખાસ અવસરે તેના ભાઈ કેવિન જોનાસની પત્ની ડેનિયલ જોનાસે નિકનો એક વીડિયો શૅર કર્યો છે જેમાં તેણે લખ્યું કે, "હેપ્પી બર્થડે નિક જોનાસ, તું અને તારા ડાન્સ મૂવ્સ ખૂબ જ વ્હાલા લાગે છે."

આ વીડિયોમાં નિક જોનાસે પત્ની પ્રિયંકા સાથે બોલીવુડ સૉન્ગ હૉલી હૉલીપર દેશી અંદાજમાં ઠૂમકા લગાડતો જોવા મળે છે. નિકની સાથે-સાથે પ્રિયંકા પણ ડાન્સ કરતી દેખાય છે. વીડિયોમાં જોવા મળે છે કે પ્રિયંકા નિકનો આ દેશી અવતાર જોઇને ઘણી તાળીઓ વગાડતાં તેના વખાણ કરે છે. ડેનિયલ જોનાસે શૅર કરેલા આ વીડિયો પર કોમેન્ટ કરતાં દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે, "અમેઝિંગ, હા હા હા"

નિક જોનાસના જન્મદિવસે પ્રિયંકાએ પણ એક ખૂબ જ સુંદર વીડિયો શૅર કરી તેને વધામણી આપી હતી. આ વીડિયોમાં પ્રિયંકા અને નિકની ખાસ પળો દર્શાવી છે. એક પ્રેમાળ સંદેશ સાથે પ્રિયંકાએ ખૂબ જ સુંદર રીતે લખ્યું છે, "મારા થવા માટે આભાર, હેપ્પી બર્થડે જાન, લવ યૂ" તેની આ પોસ્ટ પર નિક જોનાસે હાર્ટવાળા ઘણાં ઇમોજી શૅર કર્યા છે.

આ પણ વાંચો : Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

જણાવીએ કે પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ શોનાલી બોસની ફિલ્મ "ધ સ્કાઇ ઇઝ પિન્ક"માં જોવા મળશે. આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર તાજેતરમાં જ ટોરોંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અે ઝાયરા વસીમ પણ દેખાશે.

priyanka chopra Nick Jonas bollywood bollywood events bollywood news bollywood gossips