નાઇજિરિયન છોકરી અને ઇન્ડિયન છોકરો કહેશે, નમસ્તે વહાલા

12 February, 2021 12:38 PM IST  |  Ahmedabad | Mumbai correspondent

નાઇજિરિયન છોકરી અને ઇન્ડિયન છોકરો કહેશે, નમસ્તે વહાલા

નાઇજિરિયન છોકરી અને ઇન્ડિયન છોકરો કહેશે, નમસ્તે વહાલા

ટીવી અને ફિલ્મ-ઍક્ટર રુસલાન મુમતાઝની પહેલી ઇન્ટરનૅશનલ ફિલ્મ ‘નમસ્તે વહાલા’ ૧૪ ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં રુસલાન સાથે નાઇજિરિયન ઍક્ટ્રેસ ઇની ડીમા-ઓકોજી જોવા મળશે. નાઇજિરિયન શબ્દ ‘વહાલા’નો અર્થ ‘મુશ્કેલી’ એવો થાય છે. ‘નમસ્તે વહાલા’ અંગ્રેજી ભાષામાં બની છે જેની વાર્તા મુજબ રાજ નામનો ભારતીય ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર છોકરો (રુસલાન) ડીડી નામની નાઇજિરિયન લૉયર છોકરી (ઇની ડીમા-ઓકોજીની)ના પ્રેમમાં પડે છે. બન્ને કઈ રીતે રંગભેદ કે અન્ય મુશ્કેલીઓમાંથી પસાર થઈને લગ્ન માટે પોતાના પરિવારને મનાવે છે એ આ ફિલ્મમાં જોવા મળશે.
આ ફિલ્મને હમીશા દરયાની અહુજાએ લખી છે તેમ જ ડિરેક્ટ અને પ્રોડ્યુસ પણ કરી છે. આ ફિલ્મ ગયા વર્ષે નાઇજિરિયાનાં થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ‘બર્ફી’, ‘બ્લૅક ફ્રાઇડે’, ‘લૈલા મજનુ’ ફેમ અભિનેત્રી સુજાતા સહેગલ પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં છે. રુસલાન મુમતાઝ ‘એમપી૩’, ‘તેરે સંગ’, ‘ડેન્જરસ ઇશ્ક’, ‘યે સાલી આશિકી’ જેવી ફિલ્મો કરી ચૂક્યો છે અને ‘બાલિકા વધૂ’, ‘યે રિશ્તે હૈં પ્યાર કે’, ‘લાલ ઇશ્ક’ જેવી ટીવી-સિરિયલો પણ તેણે કરી છે.

bollywood bollywood news bollywood ssips entertainment news