લેડી ઇન રેડ

05 August, 2022 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડા જોનસનો રેડ આઉટફિટનો ફોટો તેના હસબન્ડ નિક જોનસે શૅર કર્યો છે

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ

પ્રિયંકા ચોપડા જોનસનો રેડ આઉટફિટનો ફોટો તેના હસબન્ડ નિક જોનસે શૅર કર્યો છે. આ ફોટો પ્રિયંકાના ૧૯ જુલાઈના બર્થ-ડે સેલિબ્રેશનનો છે. જોકે નિકે હાલમાં જ એને શૅર કર્યો છે. ગયા મહિને ખૂબ ધમાકેદાર રીતે તેનો બર્થ-ડે ઊજવવામાં આવ્યો હતો. એના ફોટો પણ પ્રિયંકાએ શૅર કર્યા હતા. હવે નિકે જે ફોટો તેની વાઇફ સાથેનો શૅર કર્યો છે એમાં પ્રિયંકા રેડ આઉટફિટમાં હૉટ દેખાઈ રહી હતી. તેનો આ ડ્રેસ રિવીલિંગ છે. ફોટોમાં નિક તેને પાછળથી ભેટી રહ્યો છે અને પ્રિયંકાએ તેનો હાથ પકડી રાખ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નિકે કૅપ્શન આપી હતી, લેડી ઇન રેડ.

entertainment news bollywood gossips bollywood priyanka chopra Nick Jonas