ન્યૂઝ શોર્ટમાં : ફારાહને સેવિયર ગણાવી તબુએ અને વધુ સમાચાર

26 December, 2023 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકી કૌશલ પહેલો એવો ઇન્ડિયન ઍક્ટર છે જેને ઇન્સ્ટાગ્રામે ફૉલો કર્યો અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

ફારાહ ખાન કુન્દરને તબુએ પોતાની લાઇફની સેવિયર ગણાવી છે. ફારાહે ઘરે ક્રિસમસ-પાર્ટી રાખી હતી; એમાં તબુ સાથે સિકંદર ખેર, નોરા ફતેહી, હુમા કુરૈશી અને ઈશાન ખટ્ટરે હાજરી આપી હતી. આ પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તબુએ કૅપ્શન આપી હતી, ‘મારી લાઇફના અંધકારમાં ઉજાસ પાથરનાર ફારાહ ખાન કુન્દર. ઈશાન ખટ્ટર હંમેશાં બેસ્ટ ફોટો ક્લિક કરે છે. હુમાને લવ. રાક્ષસ સિકંદર. નોરા કા નૂર નોરા ફતેહી.’

વિકી કૌશલ પહેલો એવો ઇન્ડિયન ઍક્ટર છે જેને ઇન્સ્ટાગ્રામે ફૉલો કર્યો

વિકી કૌશલ પહેલો એવો ભારતીય ઍક્ટર બન્યો છે જેને ઇન્સ્ટાગ્રામે ફૉલો કર્યો હોય. વિકીની હાલમાં બે ફિલ્મો ‘સૅમ બહાદુર’ અને ‘ડંકી’ રિલીઝ થઈ છે. એને વિકી સેલિબ્રેટ કરી રહ્યો છે. હવે તેને સેલિબ્રેશનનું વધુ એક કારણ મળી ગયું છે. તેને સોશ્યલ મીડિયામાં અગ્રેસર એવા ઇન્સ્ટાગ્રામે ફૉલો કર્યો છે. ઇન્સ્ટાગ્રામના ૬૬૫ મિલ્યન ફૉલોઅર્સ છે. જોકે તે માત્ર ૮૧ અકાઉન્ટને જ ફૉલો કરે છે. એમાં હવે વિકી કૌશલનો સમાવેશ થયો છે. વિકી માટે આ ખરેખર મોટી વાત છે. વિકી સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તેની ઘણી એવી પોસ્ટ હોય છે જેને કારણે સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ થાય છે અને લોકો મીમ્સ પણ બનાવે છે.

અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહાર વાજપેયીની ગઈ કાલે ૯૯મી બર્થ-ઍનિવર્સરી હતી, એથી પંકજ ​ત્રિપાઠીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની બાયોપિક ‘મૈં અટલ હૂં’માં પંકજ તેમની ભૂમિકામાં જોવા મળશે. પંકજ હાલમાં આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૧૯ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. મુંબઈમાં પ્રમોશન દરમ્યાન અટલ બિહાર વાજપેયીના સ્ટૅચ્યુ પાસે તે ઊભો હતો. એ સિવાય તેણે સિદ્ધિવિનાયક મંદિરે જઈને ગણપતિબાપ્પાના આશીર્વાદ લીધા હતા.

bollywood news entertainment news pankaj tripathi vicky kaushal farah khan