News in Short: ‘અવતાર - ધ વે ઑફ વૉટર’ ડૂબી બૉક્સ-ઑફિસ પર

22 December, 2022 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘દૃશ્યમ 2’ હજી પણ સારો ​બિઝનેસ કરી રહી છે

‘અવતાર - ધ વે ઑફ વૉટર’ ડૂબી બૉક્સ-ઑફિસ પર

‘અવતાર - ધ વે ઑફ વૉટર’ ડૂબી બૉક્સ-ઑફિસ પર

‘અવતાર - ધ વે ઑફ વૉટર’ના મંગળવાર અને બુધવારના બિઝનેસમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. આ ફિલ્મે પહેલા વીક-એન્ડમાં ૧૨૯ કરોડનો બિઝનેસ કર્યો હતો અને મંગળવાર અને બુધવારે એમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે. આ ફિલ્મે અંદાજે મંગળવાર અને બુધવારે ૧૪-૧૬ કરોડના બિઝનેસ સાથે ટોટલ ૧૭૫ કરોડની આસપાસનો બિઝનેસ કર્યો હોવાની શક્યતા છે. જોકે આ બિઝનેસમાં જલદી વધારો નહીં થયો તો ૨૦૦ કરોડનો આંકડો ક્રૉસ કરી શકે કે નહીં એના પર સવાલ છે, કારણ કે રણવીર સિંહ અને રોહિત શેટ્ટીની ‘સર્કસ’ પણ રિલીઝ થઈ રહી છે. આ બધાની વચ્ચે અજય દેવગનની ‘દૃશ્યમ 2’ હજી પણ સારો​ બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે પાંચમા વીક-એન્ડમાં ૫.૬૫ કરોડની સાથે ૨૨૧.૩૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

મમ્મી સાથે યુકેમાં સારા

સારા અલી ખાન તેની મમ્મી અમ્રિતા સિંહ સાથે યુકેમાં વેકેશન મનાવી રહી છે. એનો ફોટો તેણે શૅર કર્યો છે. સાથે જ સારાએ સ્વિમિંગ કરતી એક નાનકડી ક્લિપ પણ શૅર કરી હતી. ફૂડનો ફોટો પણ તે શૅર કરી રહી છે. સારાએ ઇન્સ્ટાસ્ટોરી પર મમ્મી અને હેરસ્ટાઇલિસ્ટ સેન્કી એવરુસ સાથેનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં સારાએ પિન્ક અને તેની મમ્મી અમ્રિતાએ બ્લૅક કૉસ્ચ્યુમ પહેર્યા હતા. તે ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મનું શૂટિંગ કરવા માટે યુકે પહોંચી છે એવી ચર્ચા ચાલી રહી છે.

‘રાજા બાબુ’ની રીમેકમાં કામ કરવા માટે વરુણને કેમ ના પાડે છે રણવીર?

રણવીર સિંહને ‘રાજા બાબુ’ની રીમેકમાં કામ કરવું છે. આ ફિલ્મમાં ગોવિંદા અને કરિશ્મા કપૂર લીડ રોલમાં હતાં. રણવીરે જણાવ્યું છે કે ‘રાજા બાબુ’ અને ‘જુડવા’ તેની ફેવરિટ ફિલ્મો છે. એ ફિલ્મો તેણે અનેક વખત જોઈ છે. વરુણ ધવને ‘જુડવા 2’માં કામ કર્યું હતું. તેના કૉમિક ટાઇમિંગને લઈને રણવીર ફિદા છે. એને લઈને રણવીરે કહ્યું કે ‘વરુણ ધવન સતત આવી ફિલ્મો કરે છે અને હું તેને હંમેશાં કહ્યા કરું છું કે કુછ ભી કરના, ‘રાજા બાબુ’ મત કરના.’

મુંબઈમાં ‘ઍનિમલ’નું શૂટિંગ શરૂ કર્યું રશ્મિકાએ

રશ્મિકા મંદાનાએ મુંબઈમાં તેની આગામી ફિલ્મ ‘ઍનિમલ’નું શૂટિંગ શરૂ કર્યું છે. સંદીપ રેડ્ડી વંગાની આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર પણ જોવા મળશે. ‘ઍનિમલ’ આવતા વર્ષે રિલીઝ થવાની છે. રશ્મિકા છેલ્લા ૧૫-૨૦ દિવસો સુધી તેનાં વર્ક કમિટમેન્ટ્સમાં બિઝી છે. ફિલ્મનું શેડ્યુલ પૂરું કર્યા બાદ તે ‘વરિસુ’ના પ્રમોશન માટે ચેન્નઈમાં જવાની છે. તાજેતરમાં તે ‘મિશન મજનૂ’ના પ્રમોશન માટે દિલ્હી ગઈ હતી. આ રીતે તે ત્રણ શહેરોની વચ્ચે પ્રવાસ કરી રહી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood avatar box office hollywood news varun dhawan ranveer singh