✕

મૂવી જંક્શન

27 November, 2026 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ્માન ખુરાના અને શર્વરીની `યે પ્રેમ મોલ લિયા` તથા ઈમરાન હાશ્મી અને જેનેલિયા દેશમુખની `ગનમાસ્ટર જી9` સિનેમાઘરોમાં આવી ગઈ છે. જ્યાં `યે પ્રેમ મોલ લિયા` આધુનિક લગ્નજીવન અને પારિવારિક સંબંધોને રજૂ કરે છે.

યે પ્રેમ મોલ લિયા અને ગનમાસ્ટર G9

યે પ્રેમ મોલ લિયા

સૂરજ આર. બડજાત્યાના ડિરેક્શનમાં બનેલી ‘યે પ્રેમ મોલ લિયા’ આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના ‘પ્રેમ’ અને શર્વરી ‘પૂર્વા’ની ભૂમિકામાં છે. આ એક રોમૅન્ટિક પારિવારિક ડ્રામા છે જે લગ્ન પછી સ્ત્રીએ જ પતિના ઘરે રહેવા જવું જોઈએ એવી પરંપરાગત માન્યતાને પડકારે છે.

વાર્તામાં પૂર્વા પોતાના પરિવારની એકમાત્ર જવાબદાર સભ્ય હોવાથી લગ્ન પછી પિયર છોડવા માગતી નથી. પ્રેમ તેની લાગણીઓ સમજે છે અને લગ્ન બાદ પોતે પોતાના પરિવાર સાથે પૂર્વાના ઘરે રહેવા જવાનો નિર્ણય કરે છે. આ નિર્ણયથી બન્ને પરિવારો એક જ છત નીચે ભેગા થાય છે અને તેમની વચ્ચે વિચારધારા, પરંપરા તથા જીવનશૈલીને લઈને રમૂજી અને ભાવનાત્મક સંઘર્ષ સર્જાય છે. ફિલ્મમાં અનુપમ ખેર, સુપ્રિયા પાઠક, સીમા પાહવા, સૌમ્યા ટંડન અને સ્વાનંદ કિરકિરે પણ મહત્ત્વની ભૂમિકામાં છે. હિમેશ રેશમિયાએ ફિલ્મનું સંગીત આપ્યું છે. બે કલાક ૫૩ મિનિટની આ ફિલ્મને U/A 13+ પ્રમાણપત્ર મળ્યું છે.

ગનમાસ્ટર G9

આદિત્ય દત્તના ડિરેક્શનમાં બનેલી ‘ગનમાસ્ટર G9’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને જેનેલિયા દેશમુખ લીડ રોલમાં છે. ઍક્શન, રોમૅન્સ અને થ્રિલરનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મમાં વાર્તાનો નાયક ઈશ્વર એક સામાન્ય ડેરી ફાર્મર છે જે શાંતિથી જીવન જીવતો હોય છે. જોકે એક નિર્દય ગૅન્ગ તેના પરિવાર અને પ્રિયજનોને નિશાન બનાવે છે. તેમને બચાવવા માટે ઈશ્વરને સમય સામેની જીવલેણ લડાઈ લડવી પડે છે.

આ સંઘર્ષમાં તેને પોતાના ભૂતકાળ અને અંદર છુપાયેલા હિંસક સ્વરૂપનો સામનો કરવો પડે છે. ફિલ્મમાં અપારશક્તિ ખુરાના વિલનની ભૂમિકામાં છે. આ ફિલ્મને સેન્સર બોર્ડે ‘A’ પ્રમાણપત્ર આપ્યું છે અને એનો રનટાઇમ લગભગ બે કલાક પચીસ મિનિટ છે.

ayushmann khurrana emraan hashmi bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news