ઊભરતા કલાકારોએ મસલને બદલે દિમાગના નિર્માણમાં ધ્યાન આપવું જોઈએ : રિશી કપ

30 November, 2019 11:29 AM IST  |  Mumbai

ઊભરતા કલાકારોએ મસલને બદલે દિમાગના નિર્માણમાં ધ્યાન આપવું જોઈએ : રિશી કપ

રિશી કપૂર

રિશી કપૂરે નવોદિત કલાકારોને સલાહ આપતાં જણાવ્યું છે કે તેમણે મસલને બદલે દિમાગનાં નિર્માણમાં વધુ ધ્યાન આપવું જોઈએ. રિશી કપૂર ૧૩ ડિસેમ્બરે રિલીઝ થનારી ‘ધ બૉડી’માં ઇમરાન હાશ્મી સાથે જોવા મળશે. તેમને પૂછવામાં આવ્યુ હતું કે આજનાં યુવા કલાકારોને તે કઈ સલાહ આપવા માગે છે. એ વિશે જણાવતાં રિશી કપૂરે કહ્યું હતું કે ‘વર્તમાનમાં ઍક્ટર્સ પોતાની જાતની ગ્રૂમિંગ અને બૉડી બિલ્ડિંગમાં વધુ રસ ધરાવે છે. તેઓ ઇમોશનલ એક્સરસાઇઝમાં ઓછું અને મસલ્સનાં નિર્માણમાં વધુ ધ્યાન આપે છે. તમે જ્યારે ઍક્ટિંગની તૈયારી કરી રહ્યા હો ત્યારે તમારી બૉડીને બદલે માઇન્ડને બિલ્ડ કરો કારણ કે જો તમારામાં ઍક્ટિંગની સ્કિલ હશે તો તમે ચોક્કસ ઍક્ટર બનશો. જો એ સ્કિલ નહીં હોય તો તમારું સ્થાન કોઈ અન્ય લઈ લેશે. મને જુઓ, શું મારી પાસે બૉડી છે? આમ છતાં હું હજી પણ કામ કરી રહ્યો છું. હું દરેક ફિલ્મમાં મારા કૅરૅક્ટરને ક્રિએટ કરવાનો પ્રયાસ કરું છું. એ પણ ઠીક છે કે હું વૃદ્ધ થઈ ગયો છું. હું યુવાઓને પ્રેર‌ણાં નથી આપી શકતો. આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ, રણવીર સિંહ, વિકી કૌશલ અને મારો દીકરો છે એટલે નહીં, પરંતુ રણબીર કપૂરને જ જોઈ લો. આ બધામાંથી કોઈને પણ ડોલે શોલે નથી, કેમ કે ડોલે બનાવવાથી કલાકાર નથી બની શકાતું. માત્ર જિમમાં જ તમારા પૈસા વેડફાશે. અમિતાભ બચ્ચન સાબને પણ જોઈ લો. તેમને મસલ્સ નથી. આમ છતાં આજે પ‌ણ તેઓ હિન્દી સિનેમાનાં ઓરિજિનલ ઍન્ગ્રી યંગ મૅન છે.’

rishi kapoor amitabh bachchan