Ludo Trailer Launch: રાજકુમાર રાવ સહિત જોવા મળશે અન્ય ઘણાં સિતારા

19 October, 2020 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Ludo Trailer Launch: રાજકુમાર રાવ સહિત જોવા મળશે અન્ય ઘણાં સિતારા

Ludo Trailer Launch: રાજકુમાર રાવ સહિત જોવા મળશે અન્ય ઘણાં સિતારા

રાજકુમાર રાવ એક પછી એક ઘણી ફિલ્મોની સાથે દિવાળી ખાસ બનાવવા માટે તૈયાર છે. પહેલા તેમની ફિલ્મ છલાંગની જાહેરાત થઈ, જે એમેઝૉન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. હવે તે દિવાળીના અવસરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થનારી ફિલ્મ 'લૂડો'માં દેખાવાના છે. તેની સાથે જ જબરજસ્ત એક્ટર્સની ફોજ પણ તેમની સાથે હાજર છે.

ટ્રેલર થયું રિલીઝ
નેટફ્લિક્સે અપકમિંગ ફિલ્મ લૂડોનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ફિલ્મમાં રાજકુમાર રાવ સિવાય સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, અભિષેક બચ્ચન, પંકજ ત્રિપાઠી, આદિત્ય રૉય કપૂર અને આશા નેગી પણ મુખ્ય ભૂમિકામાં દેખાવાના છે. આમ કુલ અનુરાગ બાસુ એક મલ્ટી સ્ટારર કૉમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક છોકરીની કિડનેપિંગ થઈ ગઈ છે. આ કિડનેપર અન્ય કોઇ નહીં પણ અભિષેક બચ્ચન છે. જો કે, આ તેની પહેલી કિડનેપિંગ છે. તો, રાજકુમાર રાવ જે એક વેઇટરનું પાત્ર ભજવે છે, તેમની સામે પણ એક કિડનેપિંગનો કેસ છે. તેમણે પોતાની પૂર્વ પ્રેમિકાના પતિના આઝાદ કરાવવાનું છે. આ સિવાય આ બધાંનાં બૉસ છે પંકજ ત્રિપાઠી. એવામાં બધાં પાત્રો જાણ્યે અજાણ્યે એક જ દિશામાં ભાગી રહ્યા છે.

ફિલ્મનું ટ્રેલર જોઇને તમને પ્રિયદર્શનની કોઇક કૉમેડી ફિલ્મની ઝલક જોવા મળશે. કેટલાય પાત્રો છે, જે કોઇકને કોઇક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. પણ ક્યાંક બીજે જ દોડાદોડીમાં ફસાયેલા છે. જો કે, અંતે બધાનું ગંતવ્ય નક્કી છે.

દિવાળી પર થશે મોટો ધમાકો
દિવાળીના અવસરે ઓટીટી પર મોટી ફિલ્મોનું ક્લેશ જોવા મળશે. ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર અક્ષય કુમાર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ લક્ષ્મી બૉમ્બ રિલીઝ થવાની છે. આ સિવાય એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રાજકુમાર રાવની છલાંગ, જેને હંસલ મેહતાએ નિર્દેશિત કરી છે. આ સિવાય નેટફ્લિક્સ પર જાહેરાત કરી છે હવે જોવાનું એ છે કે કઈ ફિલ્મ કેટલું કમાલ કરી બતાવે છે?

rajkummar rao abhishek bachchan pankaj tripathi bollywood news netflix bollywood