નેહા કક્કડનો નવો ટિકટોક વીડિયો આવ્યો સામે, જુઓ શું છે ખાસ...

08 August, 2019 04:03 PM IST  |  મુંબઈ ડેસ્ક

નેહા કક્કડનો નવો ટિકટોક વીડિયો આવ્યો સામે, જુઓ શું છે ખાસ...

નેહા (ફાઇલ ફોટો)

પૉપ્યુલર સિંગર નેહા કક્કડનો નવો ફન વીડિયો સામે આવ્યો છે. નેહાએ પોતે આ વીડિયો ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

નેહા કક્કડ પૉપ્યુલર સિંગર છે. તેના ગીતો ખૂબ જ લોકપ્રિય બને છે. છેલ્લા કેટલાક સમયથી નેહા કક્કડના ગીતોની સાથે સાથે તેના ફન વીડિયો પણ તેના ચાહકોને જોવા ગમે છે. નેહા કક્કડ મોટા ભાગે પોતાના ફન વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે જેને ખૂબ જ સારો રિસ્પોન્સ પણ મળે છે. હવે ફરી એકવાર નેહાએ એક નવો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તેનો નટખટ અંદાજ જોવા મળે છે.

નવા વીડિયોમાં નેહા જુદાં જ અંદાજમાં જોવા મળે છે. આ વીડિયોમાં નેહાની એક્ટિંગ સ્કિલ્સ પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. નેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને આ જ કારણ છે કે તેણે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર 25 મિલિયન ફોલોવર્સ થઈ ગયા છે. તેના નવા વીડિયોને ફક્ત 20 મિનિટમાં અત્યાર સુધી એક લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

જણાવીએ કે નેહાના ટિકટોક વીડિયો પણ ખૂબ જ વાયરલ થતાં હોય છે. આવો જાણીએ નેહાના નવા ફન વીડિયોઝ

નોંધનીય છે કે કેટલાક સમય પહેલા નેહા કક્કડનો ફિલ્મ અભિનેતા હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયો હતો. ત્યાર પછી તેણે સોશિયલ મીડિયા પર તેના બ્રેકઅપની વ્યથા સંભળાવી અને તેના ચાહકો પણ આ સાંભળીને ખૂબ જ દુઃખી થયા. નેહા હવે આગળ વધી ગઈ છે અને ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો : Surveen Chawla: આ એક્ટ્રેસનો કૂલ મૉમ અંદાજ, જુઓ Sizzling તસવીરો

નેહા કક્કડના આ વીડિયોઝ જોઇને તમે હસવું અટકાવી નહીં શકો. નેહાનો આ રૂપ ખૂબ જ ક્યૂટ લાગે છે.

neha kakkar bollywood bollywood events bollywood gossips bollywood news