ગુમ થયેલા મજૂરના પરિવારને ત્રણ લાખની મદદ કરી નેહા કક્કડે

27 February, 2021 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુમ થયેલા મજૂરના પરિવારને ત્રણ લાખની મદદ કરી નેહા કક્કડે

નેહા કક્કડ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લૅસિયર ફાટ્યા બાદ જે મજદૂરો ગુમ થયેલા છે તેમના પરિવારોને ૩ લાખ રૂપિયાની મદદ કરી છે નેહા કક્કડે. ‘ઇન્ડિયન આઇડલ સીઝન 12’ના સેટ પર નેહાએ આ વાતની જાહેરાત કરી હતી. વીક-એન્ડમાં આ શો ઑન-ઍર થવાનો છે. આ શોમાં સ્પર્ધક પવનદીપે તેના પિતા દ્વારા કમ્પોઝ કરેલું ઉત્તરાખંડનું ગીત ગાયું હતું. સાથે જ તેણે લોકોને અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને પણ પીડિતોને વહેલાસર મદદ કરવાની વિનંતી કરી છે. આ કુદરતી આફતમાં અનેક લોકો પોતાના પ્રિયજનોથી વિખૂટા પડ્યા છે. પવનદીપના પર્ફોર્મન્સની નેહાએ ખૂબ પ્રશંસા કરી હતી. સાથે જ પોતે પણ ધનરાશિ ડોનેટ કરી. એ વિશે નેહાએ કહ્યું હતું કે ‘તું અમેઝિંગ સિંગર છે એ તો અમે બધા જાણીએ જ છીએ. સાથે જ તું એક નેકદિલ વ્યક્તિ પણ છે. તું જે રીતે ગુમ થયેલા લોકોનાં કુટુંબને સપોર્ટ કરી રહ્યો છે અને સાથે જ લોકોને પણ તેમની મદદની અપીલ કરી રહ્યો છે. એને જોતાં હું પણ તારી સાથે આ મિશનમાં છું. ઉત્તરાખંડમાં ખોવાયેલા મજૂર પરિવારોને મદદ કરવા માટે હું તેમને ૩ લાખ રૂપિયા આપવા માગું છું. હું દરેકને વિનંતી કરું છું કે તમે પણ એ ફૅમિલીને સપોર્ટ અને મદદ કરો.’

entertainment news bollywood bollywood news uttarakhand neha kakkar