‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડર સાથે કામ કરીને મને તેમની જર્ની વિશે ઘણું જાણવા મળ્યું : નવાઝુદ્દીન સિદ્દીકી

21 November, 2022 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હડ્ડી’માં નવાઝુદ્દીન મહિલા અને ટ્રાન્સજેન્ડરનાં રોલમાં દેખાવાનો છે

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીએ ‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડર સાથે કામ કર્યું છે એથી તેમની જર્ની વિશે તેને ઘણું બધું જાણવા મળ્યું છે. આ ફિલ્મને ઝી સ્ટુડિયોઝ અને અનંદિતા સ્ટુડિયોઝે પ્રોડ્યુસ કરી છે. આવતા વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મને અક્ષત અજય શર્માએ ડિરેક્ટ કરી છે. તે ‘અદ્ભુત’, ‘ટીકુ વેડ્સ શેરુ’, ‘નૂરાની ચેહરા’, ‘જોગીરા સા રા રા રા’ અને ‘અફવા’માં દેખાવાનો છે. ‘હડ્ડી’માં નવાઝુદ્દીન મહિલા અને ટ્રાન્સજેન્ડરનાં રોલમાં દેખાવાનો છે. ટ્રાન્સજેન્ડર સાથે કામ કરવાના અનુભવ વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘મેં ‘હડ્ડી’માં અનેક ટ્રાન્સજેન્ડર લોકો સાથે કામ કર્યું છે. મારી આસપાસ ૨૦થી ૨૫ લોકો ઘેરાયેલા રહેતા. વિશ્વને જોવાનો તેમનો નજરિયો અલગ છે. એ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. તેમની જર્ની વિશે મને ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું છે. હું મારા પાત્રને માત્ર કરવા પૂરતું જ નહોતો કરવા માગતો, પરંતુ અંદરથી એ કૅરૅક્ટરને મહેસૂસ કરવા માગતો હતો. આ જ કારણ છે કે મેં તેમની સાથે રહેવાનું નક્કી કર્યું હતું. હવે એ પાત્ર કેવી રીતે ઢળે છે એને જોવા માટે હું આતુર છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood nawazuddin siddiqui upcoming movie