સ્ટાર, સુપરસ્ટાર અથવા તો મેગા સ્ટાર જેવા ટૅગ પર વિશ્વાસ જ નથી કરતો નવાઝ

25 November, 2019 09:50 AM IST  |  Mumbai

સ્ટાર, સુપરસ્ટાર અથવા તો મેગા સ્ટાર જેવા ટૅગ પર વિશ્વાસ જ નથી કરતો નવાઝ

નવાઝુદ્દીનને મળ્યું સન્માન

નવાઝુદ્દીન સિદ્દીકીને સ્ટાર, સુપરસ્ટાર અને મેગા સ્ટાર જેવા ટૅગ પર ભરોસો નથી. પોતાની અભિનયની ક્ષમતાને પુરવાર કરવા માટે તેને લગભગ ૧૨ વર્ષનો સમય લાગ્યો હતો. તેણે ‘સરફરોશ’, ‘શૂલ’ અને ‘મુન્નાભાઈ MBBS’માં ખૂબ નાનકડી ભૂમિકા ભજવી હતી. જોકે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં તેની ઍક્ટિંગને કારણે તેને ઓળખ મળી છે. જોકે સ્ટારની વિવિધ કૅટેગરી તેને પસંદ નથી. આ વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મારી જાતને સ્ટાર કહીને બોલાવવું મને પસંદ નથી. હું આવા ટૅગ પર ભરોસો નથી કરતો. સ્ટાર, સુપરસ્ટાર અને મેગા સ્ટાર તરીકે ઓળખ બનાવ્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં કલાકાર એક જ પ્રકારની ભૂમિકામાં બંધાઈને રહી જાય છે. સાથે જ તેની પાસે એક જ પ્રકારના રોલની અપેક્ષા લોકો રાખે છે. ખરો ઍક્ટર તો એ કહેવાય જે અલગ-અલગ પ્રકારના રોલ કરે. જો તમે એક વખત સ્ટાર નામના ટૅગની જાળમાં ફસાઈ જાઓ તો તમને રૂઢિવાદનો સામનો કરવો પડે છે. સ્ટાર, સુપરસ્ટાર આ બધી માર્કેટિંગ સ્ટ્રૅટેજી છે. આ જ કારણ છે કે મારી જાતને સ્ટાર કહેવડાવવું મને પસંદ નથી.’

લેઝલી હો એશિયન ફિલ્મ ટૅલન્ટ અવૉર્ડથી નવાઝુદ્દીનને કરવામાં આવ્યો સન્માનિત

નવી દિલ્હી: (એ.એન.આઇ.) નવાઝુદ્દીન સિદ્દીકીને સિંગાપોર ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘લેઝલી હો એશિયન ફિલ્મ ટૅલન્ટ’ અવૉર્ડથી નવાજવામાં આવ્યો છે. આ અવૉર્ડ તેને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ માટે બિઝનેસ ટાઇકૂન ચાર્લ્સ હોના હસ્તે આપવામાં આવ્યો છે. તેમની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નવાઝુદ્દીને કૅપ્શન આપી હતી કે ‘મારા માટે આ ખૂબ જ સન્માનની વાત છે કે ‘સેક્રેડ ગેમ્સ’ દ્વારા ઇન્ટરનૅશનલ સિનેમામાં યોગદાન આપવા માટે ચાર્મિંગ મિસ્ટર ચાર્લ્સ હો દ્વારા ‘લેઝલી હો એશિયન ફિલ્મ ટૅલન્ટ અવૉર્ડ’ જેવા પ્રતિષ્ઠિત અવૉર્ડથી મારું સન્માન કરવામાં આવ્યું છે.’

આ પણ જુઓઃ Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીનનો તસવીરમાં બિન્દાસ અંદાજ

હું કમ્ફર્ટ ઝોનમાં જકડાઈ નથી રહેતો. એક કલાકાર માટે એ ખૂબ જરૂરી છે કે તે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે. હું વર્સેટાઇલ ઍક્ટર બનવા માગું છું. જો હું મારી જાતને સ્ટાર ગણવા લાગું તો મારામાં કદાચ ઘમંડ આવી જશે અને એક કલાકાર તરીકે એ મારી સ્કિલ્સ અને મારા વિકાસમાં અડચણ ઊભી કરશે. - નવાઝુદ્દીન સિદ્દીકી

nawazuddin siddiqui entertaintment