"તારા કપડાં ઉતાર, લૉન્જરી પહેરીને બેસ...": હવે આ અભિનેત્રીએ સાજિદ ખાન પર કર્યો કાસ્ટિંગ કાઉચનો આરોપ

28 April, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navina Bole accused Sajid Khan for casting Couch: અભિનેત્રીએ જણાવ્યું કે આ પછી સાજિદ ખાને તેને 50 ફોન કર્યા અને પૂછ્યું કે તે ક્યાં છે? અને તે કેમ નથી આવતી? એટલું જ નહીં, એક વર્ષ પછી જ્યારે તે મિસિસ ઈન્ડિયા માટે પરફોર્મ કરી રહી હતી.

નવીના બોલે અને સાજિદ ખાન (તસવીર: સોશિયલ મીડિયા)

ટીવી જગતની એક પ્રખ્યાત અભિનેત્રીએ બૉલિવૂડ દિગ્દર્શક સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે ખાન સામે કાસ્ટિંગ કાઉચ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સાજિદ ખાન પર આ પહેલા પણ અનેક મહિલાઓએ આરોપ લગાવ્યા છે. ઘણી અભિનેત્રીઓએ પણ તેના પર MeToo હેઠળ આરોપ લગાવ્યા છે. આ પછી, તેની આખી કારકિર્દી જ બરબાદ થઈ ગઈ, અને તેને આખા દેશની સામે શરમનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન, વધુ એક પ્રખ્યાત અભિનેત્રી નવીના બોલેએ સાજિદ ખાનનો પર્દાફાશ કર્યો છે.

તારા કપડાં ઉતાર અને તારી લૉન્જરી પહેરીને બેસ`

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રી નવીના બોલેએ કહ્યું હતું કે તે હવે ક્યારેય સાજિદ ખાન જેવા ભયંકર માણસને મળવા માગતી નથી. નવીનાએ ખુલાસો કર્યો કે જ્યારે સાજિદે તેને ફોન કર્યો ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતી. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેને મળ્યા પછી સાજિદે કહ્યું હતું કે, `તું તારા કપડાં ઉતાર અને ફક્ત લૉન્જરી પહેરીને બેસ અને હું જોવા માગુ છું કે તું તારા શરીરમાં કેટલી આરામદાયક છે.` આ 2004 કે 2006 ની વાત છે, જ્યારે તે ‘હાય બેબી’ કરી રહ્યો હતો.

આ રીતે અભિનેત્રીએ પોતાને બચાવી?

જ્યારે નવીના બોલેએ ખુલાસો કર્યો કે સાજિદે તેને તેના ઘરે બોલાવીને આ બધું કહ્યું હતું. આ સાથે અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે આ પછી તે કેવી રીતે બચી ગઈ? તેણે કહ્યું, `ખુશીથી કોઈ નીચે મારી રાહ જોઈ રહ્યું હતું અને મને ખબર નહોતી કે આનો જવાબ કેવી રીતે આપવો?` અભિનેત્રીએ કહ્યું કે સાજિદે કહ્યું હતું કે જો તું સ્ટેજ પર બિકીની પહેરે છે, તો શું વાંધો છે? તું શાંત થા અને અહીં આરામથી બેસ. આ પછી નવીનાએ કહ્યું, `જો તું મને બિકીનીમાં જોવા માગતો હોય, તો હું તે પહેરીને આવીશ. હું હમણાં મારા કપડાં ઉતારીશ નહીં. આ પછી હું કોઈક રીતે તે જગ્યાએથી બહાર નીકળી આવી.

સાજિદ ખાને ફરી ઓફર આપી

અભિનેત્રીએ જણાવ્યું કે આ પછી સાજિદ ખાને તેને 50 ફોન કર્યા અને પૂછ્યું કે તે ક્યાં છે? અને તે કેમ નથી આવતી? એટલું જ નહીં, એક વર્ષ પછી જ્યારે તે મિસિસ ઈન્ડિયા માટે પરફોર્મ કરી રહી હતી, ત્યારે સાજિદ ખાને તેને ફરીથી ફોન કર્યો. સાજિદ ખાને ફરીથી નવીના બોલેને આ રોલ ઓફર કરી અને પછી અભિનેત્રીને ખ્યાલ આવ્યો કે આ માણસ એટલી બધી સ્ત્રીઓ સાથે આવું કરી રહ્યો છે કે તે ભૂલી ગયો છે કે તેણે એક વર્ષ પહેલા મારી સાથે પણ આવું જ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું.

sajid khan bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news