20 May, 2024 05:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહની ઇચ્છા ધર્મ પરથી બનનારી ફિલ્મોમાં કામ કરવાની છે. તેમણે પત્ની રત્ના પાઠક શાહ સાથે ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ૧૯૭૬માં આવેલી ‘મંથન’ના સ્ક્રીનિંગમાં તેઓ જોવા મળ્યા હતા. કયા સોશ્યલ ઇશ્યુ પર આધારિત ફિલ્મમાં કામ કરવા માગે છે એ વિશે પૂછતાં નસીરુદ્દીન શાહ કહે છે, ‘હું ધર્મ કહીશ. ધર્મ પર કોઈએ ખૂબ હિંમતવાળી ફિલ્મ બનાવવી જોઈએ. માનવતા માટે આ ધર્મનો મુદ્દો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મેં વર્ષો પહેલાં પાકિસ્તાનમાં ‘ખુદા કે લિએ’ ફિલ્મ કરી હતી. એ મહત્ત્વની ફિલ્મ હતી અને એવી જ ફિલ્મ હવે બનવી જોઈએ.’