04 July, 2023 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાના પાટેકર
નાના પાટેકરે ‘ગદર 2’ માટે પોતાનો અવાજ આપ્યો છે. નાના પાટેકર તેમની ઍક્ટિંગની સાથે તેમના દમદાર અવાજ માટે પણ જાણીતા છે. તેઓ હવે સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર 2’માં ઇન્ટ્રોડક્શન આપતા જોવા મળશે. ફિલ્મની શરૂઆતમાં જ આ ઇન્ટ્રોડક્શન આવતું જોવા મળશે. આ ફિલ્મ અગિયાર ઑગસ્ટે રિલીઝ થવાની છે. ૨૦૦૧માં આવેલી ‘ગદર’ની આ સીક્વલ છે. આ ફિલ્મનું ગીત ‘ઉડ જા કાલે કાવા’નું રીપ્રાઇઝ વર્ઝન કરવામાં આવ્યું છે. આ ફિલ્મને હવે ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ અને અનિલ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મની ટક્કર હવે અક્ષયકુમારની ‘ઓહ માય ગૉડ 2’ સાથે થવાની છે.