મારી વાઇફ બૉસ છે : નિક જોનસ

06 May, 2023 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકાની વેબ​-સિરીઝ ‘સિટાડેલ’ના ત્રણ એપિસોડ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયા છે. દર શુક્રવારે નવા એપિસોડ રિલીઝ કરવામાં આવશે અને ૨૬ મેએ ફાઇનલ એપિસોડ રિલીઝ થશે

મારી વાઇફ બૉસ છે : નિક જોનસ

નિક જોનસે તેની વાઇફ પ્રિયંકા ચોપડા જોનસને બૉસ કહી છે. પ્રિયંકાની વેબ​-સિરીઝ ‘સિટાડેલ’ના ત્રણ એપિસોડ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયા છે. દર શુક્રવારે નવા એપિસોડ રિલીઝ કરવામાં આવશે અને ૨૬ મેએ ફાઇનલ એપિસોડ રિલીઝ થશે. આ સિરીઝ હાલમાં નંબર વન પર પહોંચી ગઈ છે. સાથે જ પ્રિયંકાના પર્ફોર્મન્સની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. એ સિરીઝમાં તેની સાથે રિચર્ડ મૅડન અને સ્ટૅનલી ટુકી પણ લીડ રોલમાં છે. આ સિરીઝનું પોસ્ટર ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને નિકે કૅપ્શન આપી હતી, ‘મારી વાઇફ બૉસ છે. ‘સિટાડેલ’ની આખી ટીમ અને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો ફૅમિલીને અભિનંદન.’

entertainment news bollywood news priyanka chopra Nick Jonas