‘સત્યપ્રેમ કી કથા’નું મારું કૅરૅક્ટર હંમેશાં મારું ફેવરિટ રહેશે : કાર્તિક આર્યન

27 May, 2023 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યનનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું તેનું પાત્ર સત્યપ્રેમ હંમેશાં તેનું ફેવરિટ રહેશે

કાર્તિક આર્યન

કાર્તિક આર્યનનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું તેનું પાત્ર સત્યપ્રેમ હંમેશાં તેનું ફેવરિટ રહેશે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી, ગજરાજ રાવ, સુપ્રિયા પાઠક અને અનુરાધા પટેલ પણ જોવા મળશે. સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ૨૯ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં જ પૂરું કરવામાં આવ્યું છે. એથી ટીમે કેક-કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘સત્તુ. એક સ્પેશ્યલ ફિલ્મ અને સ્પેશ્યલ કૅરૅક્ટરનો અંત આવ્યો છે. ‘સત્યપ્રેમ કી કથા’માં સત્યપ્રેમનો રોલ કરવાનું કષ્ટદાયક અને ઇમોશનની રોલર કોસ્ટર રાઇડથી ભરેલું હતું. સત્યપ્રેમ હંમેશાં મારું ફેવરિટ, સ્ટ્રૉન્ગ અને બહાદુર પાત્ર રહેશે. આશા છે કે તમે લોકો પણ એનાથી કનેક્ટ થશો, કેમ કે મારું માનવું છે કે આપણા બધાની અંદર એક સત્તુ હોય છે. મારા સુપર ડિરેક્ટર સમીર વિધ્વંસ, આ રોલ મને આપવા માટે થૅન્ક્સ. એ રોલ હંમેશાં મારી નજીક રહેશે. સાજિદ નડિયાદવાલા સર, મારા પર વિશ્વાસ કર્યો અને આ ફિલ્મને ખૂબ પ્રેમ અને પાવર આપવા માટે ગર્વ અનુભવી રહ્યો છું. શરીન મંત્રી, તેં પહેલા દિવસથી માંડીને છેવટ સુધી ખૂબ યોગદાન આપ્યું છે. મારા માટે સત્તુનો વિચાર કરવા માટે થૅન્ક યુ. કિયારા અડવાણી, બીજી વખત આ સુંદર જર્નીમાં મારો સાથ આપવા માટે આભાર. કરણ શર્મા, તેં ખૂબ જ સુંદર સ્ટોરી અને સત્તુ અને કથાનાં પાત્રો લખ્યાં છે. ગજરાજ રાવ, સુપ્રિયા પાઠક, અનુરાધા પટેલ અને શિખા તલસાણિયા; તમારી સાથે કામ કરવાની ખૂબ મજા આવી ગઈ. સત્તુ અને કથાની મુલાકાત તમારી સાથે કરાવવા માટે આતુર છું. ૩૪ દિવસ બાદ ૨૯ જૂને થિયેટરમાં રિલીઝ થશે.’

entertainment news bollywood news kartik aaryan