મારો બેસ્ટ પર્ફોર્મન્સ આવવાનો હજી બાકી છે : આર. માધવન

25 October, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું નથી જાણતો કે એ સલામત મેકૅનિઝમ છે કે પછી એ વાસ્તવિકતા છે. હકીકત તો એ પણ છે કે હું કદી પણ ફાઇનૅન્શિયલી સુપરસેટલ નથી થયો. સ્ટાર જેવી લાઇફ જીવવાની લાલસા મારામાં હંમેશાં રહી છે.’

મારો બેસ્ટ પર્ફોર્મન્સ આવવાનો હજી બાકી છે : આર. માધવન

આર. માધવનનું કહેવું છે કે તેની કરીઅરનો બેસ્ટ પર્ફોર્મન્સ હજી આવવાનો બાકી છે. તે ઍક્ટિંગમાં છેલ્લા ૩ દાયકાથી સક્રિય છે. તેણે ફિલ્મોની સાથે અનેક ટીવી-સિરિયલ્સ પણ કરી છે. હિન્દી ફિલ્મોની સાથે તે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ ઍક્ટિવ છે. પોતાની કરીઅર વિશે આર. માધવને કહ્યું કે ‘હું હજી પણ પોતાને અધૂરો માનું છું. મને નથી લાગતું કે હું કોઈ એવા મુકામ પર પહોંચ્યો હોઉં જ્યાં કોઈ મોટા સ્ટાર કે પછી રાજનેતા કે નેતા મારા કામની પ્રશંસા કરે અને કહે કે તેમને મારું કામ ગમ્યું છે. એવું જ્યારે થશે ત્યારે એ સમયે મને લાગશે કે હું યોગ્ય પથ પર છું. જોકે મને હજી પણ એમ લાગે છે કે મારું બેસ્ટ હજી આવવાનું બાકી છે. હું નથી જાણતો કે એ સલામત મેકૅનિઝમ છે કે પછી એ વાસ્તવિકતા છે. હકીકત તો એ પણ છે કે હું કદી પણ ફાઇનૅન્શિયલી સુપરસેટલ નથી થયો. સ્ટાર જેવી લાઇફ જીવવાની લાલસા મારામાં હંમેશાં રહી છે.’

મને અહેસાસ થયો છે કે હું કદી સ્ટાર જેવી લાઇફ નહીં જીવી શકું. હું ભયાનક સ્ટાર છું. હું ડિઝાઇનર કપડાં નથી પહેરતો. મારી આસપાસ આખો સમય લોકો ફરતા રહે એ મને નથી ગમતું. 

bollywood news bollywood bollywood gossips