`હમ આપકે હૈ કોન`ના મ્યૂઝિક કમ્પોઝર રામલક્ષ્મણનું નિધન,લતા દીદીએ કહ્યું આ

22 May, 2021 07:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રામ લક્ષ્મણનું નામ વિજય કાશીનાથ પાટિલ હતું. તેમણે લગભગ 200થી વધારે ફિલ્મોમાં મ્યૂઝિક આપ્યું હતું. જેમાં હિન્દી ભોજપુરી અને મરાઠી ફિલ્મો સામેલ હતી. રાજશ્રી પ્રૉડક્શનની ફિલ્મોમાં તેમને ખાસ ઓળખ મળી.

પ્રતીકાત્મક તસવીર

રામ લક્ષ્મણનું નામ વિજય કાશીનાથ પાટિલ હતું. તેમણે લગભગ 200થી વધારે ફિલ્મોમાં મ્યૂઝિક આપ્યું હતું. જેમાં હિન્દી ભોજપુરી અને મરાઠી ફિલ્મો સામેલ હતી. રાજશ્રી પ્રૉડક્શનની ફિલ્મોમાં તેમને ખાસ ઓળખ મળી.

જાણીતી બ્લૉકબસ્ટર ફિલ્મો મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈં કોન અને હમ સાથ સાથ હૈંને મ્યૂઝિક આપનારા 79 વર્ષીય સંગીતકાર રામ લક્ષ્મણ એટલે કે વિજય પાટિલનું નાગપુરમાં નિધન થઈ ગયું. તે ઘણાં સમયથી બીમાર હતા અને શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

રાજશ્રી પ્રૉડક્શને અપાવી ઓળખ
રામ લક્ષ્મણનું નામ વિજય કાશીનાથ પાટિલ હતું. તેમણે લગભગ 200થી વધારે ફિલ્મોમાં મ્યૂઝિક આપ્યું હતું. જેમાં હિન્દી ભોજપુરી અને મરાઠી ફિલ્મો સામેલ હતી. રાજક્ષી પ્રૉડક્શનની ફિલ્મોએ તેમને ખાસ ઓળખ અપાવી. તેમણે પહેલા વિજય પાટિલને ઇન્ડસ્ટ્રીમાં લઈને આવ્યા હતા દાદા કોંડકે, જેમની મરાઠી ફિલ્મોથી તેમણે પોતાના કામની શરૂઆત કરી હતી. પછી દાદા કોંડંકેની કેટલીય હિન્દી ફિલ્મોમાં પણ વિજય પાટિલે સંગીત આપ્યું.

લતા મંગેશકરે આપી શ્રદ્ધાંજલિ
વિજય પાટિલના નિધન પર લતા મંગેશકરે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ કરીને લખ્યું, "મને અત્યારે ખબર પડી કે ખૂબ જ ગુણવાન અને લોકપ્રિય સંગીતકાર રામ લક્ષ્મણ જી (વિજય પાટિલ)નું સ્વર્ગવાસ થયું છે. સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. તે ખૂબ જ સારા માણસ હતા. મેં તેમના ઘણાં ગીતો ગાયા છે જે ખૂબ જ લોકપ્રિય થયા. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું."

સલમાન ખાન અને પંકજ ઉધાસે પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો

વિજય રામ લક્ષ્મણની જોડીના લક્ષ્મણ હતા અને તેમણે પોતાના જોડીદાર સુરેન્દ્ર સાથે મ્યૂઝિક આપવાની શરૂઆત કરી હતી. સુરેન્દ્ર એટલે કે સામનું નિધન 1976માં થયું હતું. જેમ તેમણે પોતાની પહેલી હિન્દી ફિલ્મ એજન્ટ વિનોદનું મ્યૂઝિક પૂરું કર્યું. ફિલ્મની રિલીઝ પછી વિજયે પોતાની જોડી રામ લક્ષ્મણના નામે જ જાળવી રાખી અને એકલા જ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં સંગીત આપ્યું.

આ ફિલ્મે બદલી કરિઅરની દિશા
રામ લક્ષ્મણના કરિઅરનો સૌથી મોટો વળાંક હતો 1989માં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયા. આ ફિલ્મની સફળતાએ તેમને દેશમાં પૉપ્યુલર કરી દીધું. ત્યાર બાદ હમ આપકે હૈ કૌન અને હમ સાથ સાથે હૈ સુધી રાજશ્રી પ્રૉડક્શનની સુપરહિટ ફિલ્મોનું મ્યૂઝિક પણ તેમણે જ આપ્યું હતું.

રાજશ્રી પ્રૉડક્શન સિવાય રામ લક્ષ્મણે 100 ડૅઝ, અનમોલ અને આઇ લવ યૂ જેવી ફિલ્મોને પણ મ્યૂઝિક આપ્યું. પણ ઓળખ તેમને રાજશ્રી પ્રૉડક્શનની ફિલ્મોના ગીતોથી મળી.

bollywood news bollywood bollywood gossips lata mangeshkar Salman Khan pankaj udhas