મુંબઈની હવા પ્રદૂષણથી ભરેલી લાગી રહી છે જુહી ચાવલાને

13 January, 2021 10:45 AM IST  |  Mumbai | Agency

મુંબઈની હવા પ્રદૂષણથી ભરેલી લાગી રહી છે જુહી ચાવલાને

જુહી ચાવલા

જુહી ચાવલાને મુંબઈની હવા પ્રદૂષિત લાગી રહી છે. શહેરની હવાની ગુણવત્તા ખૂબ કથળી ગઈ છે. તેનું માનવું છે કે શહેરમાં હવે શુદ્ધ હવા નથી રહી. તેણે શહેરની બહુમાળી ઇમારતોનો ફોટો ટ્વિટર પર શૅર કર્યો હતો. મુંબઈને લઈને પોતાના વિચારો ટ્વિટર પર શૅર કરતાં જુહી ચાવલાએ ટ્વીટ કર્યું હતું કે ‘મુંબઈની હવાને શું થઈ ગયું છે? હું મારી બાલ્કનીમાં ચાલવાનો પ્રયાસ કરી રહી હતી અને મને એવું લાગ્યું જાણે કે મારા શ્વાસમાં માત્ર ને માત્ર ધૂળ ભળી રહી છે. આના કરતાં લૉકડાઉન શું ખરાબ હતું. એક સમય હતો જ્યારે શહેરની હવા સુખદ અનુભવ આપતી શુદ્ધ હતી.’

તેના આ ટ્વીટનો જવાબ આપતાં દિયા મિર્ઝાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ ખૂબ જ ભયાવહ છે. આ બાંધકામની ધૂળ, કચરા, ભૂસું સળગાવવાનો ધુમાડો, ઇન્ડસ્ટ્રીનો કચરો અને ઘણુંબધું છે. દિલ્હી કરતાં પણ આ વર્ષે મુંબઈમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. કિનારાની પટ્ટીના આ શહેરની સ્થિતિ છે. કંઈ પરિવર્તન નથી આવ્યું.’

juhi chawla bollywood bollywood news entertainment news