કંગનાને તેજસના ઍરફોર્સ પાઇલટના પાત્ર માટે અભિનંદન પાસેથી પ્રેરણા મળી

25 January, 2020 02:45 PM IST  |  Mumbai

કંગનાને તેજસના ઍરફોર્સ પાઇલટના પાત્ર માટે અભિનંદન પાસેથી પ્રેરણા મળી

કંગના રનોટ

‘તેજસ’માં ઍરફોર્સ પાઇલટ બનીને કંગના રનોટે દેશનાં સૈનિકોની પ્રશંસા કરી છે. તેની ‘પંગા’ ગઈ કાલે રિલીઝ થઈ છે અને તેની આગામી ફિલ્મ માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે.

આ ફિલ્મના પાત્ર માટે તેને ઍર ફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાસેથી પ્રેરણા મળી છે. તેમની સ્ટોરીને તેણે ઝીણવટપૂર્વક અનુસરી છે. ફિલ્મનું શૂટિંગ જુલાઇમાં શરૂ થશે. ડિરેક્ટર સર્વેશ મેવારાની આ ફિલ્મ માટે પ્રોફેશનલ ટ્રેઇનર કંગનાને ટ્રેઇનિંગ આપશે. આ ફિલ્મ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘હું હંમેશાંથી સૈનિકનું પાત્ર ભજવવા માગતી હતી. બાળપણથી જ મને ભારતીય સેના પ્રતિ લગાવ રહ્યો છે. જવાનો પ્રતિની મારી લાગણીને હું કદી પણ છુપાવી નથી શકતી.

આ પણ વાંચો : બૉબ બિસ્વાસનું શૂટિંગ શરૂ કર્યું અભિષેક બચ્ચને

હીરોઈઝમ વિશે હું મુક્તમને મારા વિચાર વ્યક્ત કરતી આવી છું. તેઓ આપણાં દેશની અને આપણી સલામતી માટે અડીખમ ઊભા રહે છે. એથી આ ફિલ્મમાં કામ કરવાને લઈને હું ખૂબ ખુશ છું.’

kangana ranaut ronnie screwvala bollywood news entertaintment