Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉબ બિસ્વાસનું શૂટિંગ શરૂ કર્યું અભિષેક બચ્ચને

બૉબ બિસ્વાસનું શૂટિંગ શરૂ કર્યું અભિષેક બચ્ચને

25 January, 2020 02:40 PM IST | Mumbai

બૉબ બિસ્વાસનું શૂટિંગ શરૂ કર્યું અભિષેક બચ્ચને

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


અભિષેક બચ્ચને ‘કલકત્તામાં ‘બૉબ બિસ્વાસ’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ ‘કહાની’નાં કૅરૅક્ટર બૉબ બિસ્વાસ પરથી બનાવવામાં આવી છે. આ ફિલ્મને શાહરુખ ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. ‘કહાની’નાં ડિરેક્ટર સુજૉય ઘોષની દીકરી દિયા અન્નપૂર્ણા ઘોષ ‘બૉબ બિસ્વાસ’ દ્વારા ડિરેક્શનમાં હાથ અજમાવી રહી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં એક જુના ચશ્મા, મોટોરોલા મોબાઇલ ફોન અને ક્લૅપબૉર્ડનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેક બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘લાઇટ્સ, કેમેરા, નોમોશ્કાર. બૉબ બિસ્વાસ’ની શૂટિંગનો પહેલો દિવસ છે.’

બૉબ બિસ્વાસની ટીમને શુભેચ્છા આપી શાહરુખ ખાને



શાહરુખ ખાને ‘બૉબ બિસ્વાસ’ની ટીમને શુભેચ્છા આપી છે. અભિષેક બચ્ચને આ ફિલ્મનું શૂટિંગ કલકત્તામાં ગઈ કાલથી શરૂ કરી દીધુ છે. આ ફિલ્મને શાહરુખ ખાનનાં રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે. ટીમને શુભેચ્છા આપતાં ટ્‍‍વિટર પર શાહરુખ ખાને ટ્વીટ કર્યું હતું કે ‘તમને સૌને ખૂબ મિસ કરું છું. તમે મારા શહેરમાં છો. હું ત્યાં તમને મળવા આવીશ. બાળકો શું બોલે છે કે... મેજર FOMO (ફિયર ઑફ મિસીંગ આઉટ)? બરાબર? ફિલ્મની પ્રોસેસને તમે ઍન્જોય કરો અને શૂટિંગ સારી રીતે ચાલે એવી શુભેચ્છા.’


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2020 02:40 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK