લૉર્ડ કર્ઝન કી હવેલીમાં રસિકા દુગ્ગલ દેખાશે

31 January, 2020 02:30 PM IST  |  Mumbai

લૉર્ડ કર્ઝન કી હવેલીમાં રસિકા દુગ્ગલ દેખાશે

રસિકા દુગ્ગલ

રસિકા દુગ્ગલ બ્લૅક કૉમેડી-થ્રિલર ‘લૉર્ડ કર્ઝન કી હવેલી’માં જોવા મળવાની છે. આ ફિલ્મ દ્વારા અંશુમન ઝા ડિરેક્શનમાં હાથ અજમાવશે. ફિલ્મની સ્ટોરી બિકાસ મિશ્રાએ લખી છે. ફિલ્મમાં રસિકા સાથે જ અર્જુન માથુર અને તનિષ્ઠા ચૅટરજી પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ફિલ્મ વિશે અંશુમન ઝાએ કહ્યું હતું કે ‘આ તમામ ઍક્ટર્સ તેમની કળામાં માહેર છે. આ ફિલ્મમાં તેમનાં આવવાથી હું તેમનો આભારી છું. દરેક કલાકાર તેમની ભૂમિકામાં બંધ બેસે છે. એક ફિલ્મમેકર તરીકે તેમની સાથે શૂટિંગ શરૂ કરવાને લઈને હું ખૂબ ઉત્સાહિત છું, કેમ કે આ અનુભવ અદ્ભુત રહેવાનો છે. મેં પહેલાં પણ તેમની સાથે કો-ઍક્ટર્સ તરીકે કામ કર્યું છે. આટલા સારા કલાકારો હોવાથી મારું કામ સરળ થવાનું છે. જોકે સાથે જ એટલી જવાબદારી પણ રહેશે કે મારે દરેક કલાકારને તેમના માપદંડ અનુસાર કામ આપવાનું રહેશે. બિકાસ મિશ્રાનું સ્ક્રીનપ્લે અનોખું છે અને હું દર્શકોને આ સ્ટોરી દેખાડવા માટે ઉત્સાહિત છું.’

bollywood news entertaintment