31 October, 2023 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃણાલ ઠાકુર
મૃણાલ ઠાકુરને સ્વિટ્ઝરલૅન્ડમાં તેની આગામી ફિલ્મ ‘આંખ મિચૌલી’ના ગીતનું શૂટિંગ કરવાનું હતું. બરફથી છવાયેલા વાતાવરણમાં માઇનસ ડિગ્રીમાં તેને રોમૅન્ટિક દેખાવાનું હતું. આ ફિલ્મ ત્રીજી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. એ વખતે તેને એ તમામ હિરોઇન યાદ આવી ગઈ જેમણે આવી કડકડતી ઠંડીમાં શૂટિંગ કર્યું હતું. એ વિશે મૃણાલે કહ્યું કે ‘અમે સ્વિટ્ઝરલૅન્ડમાં ગીતનું શૂટિંગ કર્યું હતું. એ વખતે મરવા જેવી ઠંડી પડી રહી હતી. જોકે અમારે શૂટિંગની વચ્ચે ધ્રૂજવાની પરવાનગી નહોતી. અમારે રોમૅન્ટિક દેખાવાનું હતું. હું જ્યારે પહેલી વખત સ્વિટ્ઝરલૅન્ડ ગઈ હતી ત્યારે મેં કાજોલ અને અન્ય ઍક્ટ્રેસિસે પહેરેલા વૉર્ડરોબ લઈને ગઈ હતી. ત્યારે મને એહસાસ થયો કે અહીં તો અતિશય ઠંડી છે. એથી એ તમામ હિરોઇનને હું સલામ કરું છું જેમણે માઇનસ ડિગ્રીમાં ગીતોનાં શૂટિંગ કર્યાં અને સુંદર પણ દેખાતી હતી.’