સોનાક્ષીની જગ્યાએ સન ઑફ સરદારની સીક્વલમાં દેખાશે મૃણાલ ઠાકુર?

04 July, 2024 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજય કુમાર અરોરા દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવશે જેનું શૂટિંગ સ્કૉટલૅન્ડમાં બહુ જલદી શરૂ થવાનું છે

મૃણાલ ઠાકુર

અજય દેવગનની ‘સન ઑફ સરદાર’ની સીક્વલમાં હવે સોનાક્ષી સિંહાની જગ્યાએ મૃણાલ ઠાકુર દેખાશે એવી ચર્ચા છે. અજય દેવગન અને સંજય દત્ત ફરી એકમેકની સામે આવવા માટે તૈયાર થઈ ગયા છે. વિજય કુમાર અરોરા દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવશે જેનું શૂટિંગ સ્કૉટલૅન્ડમાં બહુ જલદી શરૂ થવાનું છે. આ વિશે વધુ માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ એમાં હિરોઇન કોણ હશે એ વિશે શોધ ચાલી રહી છે. ૨૦૧૨માં આવેલી ફિલ્મમાં સોનાક્ષી હતી પરંતુ તેની જગ્યાએ હવે નવી હિરોઇનને પસંદ કરવામાં આવી રહી છે. જોકે સોનાક્ષીને કેમ બદલવામાં આવી છે એ માટેનું કારણ પણ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું.

mrunal thakur sonakshi sinha upcoming movie entertainment news bollywood bollywood news