ઍટલીની ફિલ્મમાં અલ્લુ અર્જુનની હિરોઇન બનશે મૃણાલ ઠાકુર

27 April, 2025 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી લીડ હિરોઇન તરીકે જાહ્‍નવી કપૂર અને દીપિકા પાદુકોણનાં નામની ચર્ચા

અલ્લુ અર્જુન, મૃણાલ ઠાકુર

ડિરેક્ટર ઍટલીની આગામી ફિલ્મમાં અલ્લુ અર્જુન કામ કરી રહ્યો છે. અલ્લુ અર્જુનના જન્મદિવસે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સતત એને લગતા સમાચાર આવી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની હિરોઇન તરીકે મૃણાલ ઠાકુરને સાઇન કરવામાં આવી છે. હાલમાં મૃણાલે ફિલ્મ માટે લુક-ટેસ્ટ પણ આપી હતી અને આ ફિલ્મમાં તેનો લુક સાઉથની તેની બીજી ફિલ્મો કરતાં સાવ અલગ હશે.

આ ફિલ્મમાં બીજી લીડ હિરોઇન તરીકે જાહ્‍‍નવી કપૂર અને દીપિકા પાદુકોણનાં નામની ચર્ચા છે અને દીપિકા બાજી મારી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. પહેલાં આ રોલ માટે પ્રિયંકા ચોપડા, શ્રદ્ધા કપૂર, સમન્થા રુથ પ્રભુ, દિશા પાટની, જાહ્‍‍નવી કપૂર અને દીપિકા પાદુકોણમાંથી એક હિરોઇન પસંદ કરવાની હતી, પણ હવે આ ફિલ્મ માટે મૃણાલ ઠાકુરનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ ૨૦૨૭ની શરૂઆતના તબક્કામાં રિલીઝ થાય એવી શક્યતા છે. આ એક તેલુગુ ફિલ્મ છે, પણ એને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે.

mrunal thakur atlee kumar allu arjun bollywood news bollywood gossips bollywood entertainment news upcoming movie deepika padukone janhvi kapoor