માસિક ધર્મ સાથે જોડાયેલી પરંપરા પર પ્રકાશ પાથરશે ફિલ્મ 'માસૂમ સવાલ'

24 February, 2021 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

માસિક ધર્મ સાથે જોડાયેલી પરંપરા પર પ્રકાશ પાથરશે ફિલ્મ 'માસૂમ સવાલ'

માસિક ધર્મ સાથે જોડાયેલી પરંપરા પર પ્રકાશ પાથરશે ફિલ્મ 'માસૂમ સવાલ'

નક્ષત્ર 27 મીડિયા પ્રૉડક્શનના બેનર હેઠળ પ્રૉડ્યૂસર રંજના ઉપાધ્યાયની ફિલ્મ 'માસૂમ સવાલ: ધ અનબૅરેબલ પેઇન.' ટૂંક સમયમાં જ આવી રહી છે. ફિલ્મની સ્ટોરી સંતોષ ઉપાધ્યાયે લખી છે જેમણે આ ફિલ્મનું નિર્દેશન પણ તેમણે જ કર્યું છે. ફિલ્મમાં સામેલ કલાકારની વાત કરીએ તો નિતાંશી ગોયલ, મન્નત દુગ્ગલ, મોહા ચૌધરી, વૃન્દા ત્રિવેદી, રોહિત તિવારી, રામ જી બાલી, ગાર્ગી બેનર્જી, એકાવલી ખન્ના, શિશિર શર્મા અને મધુ સચદેવા મુખ્ય પાત્રોમાં જોવા મળશે.

ફિલ્મ 'માસૂમ સવાલ: ધ અનબૅરેબલ પેઇન'ની સ્ટોરી એક બાળકીની આસપાસ વણાયેલી છે, જે બાળપણમાં તે પોતાના ભાઇને શોધે છે ત્યારે તેના પરિજનો શ્રીકૃષ્ણને તેના ભાઇ જણાવે છે. 14 વર્ષ સુધી જેની સાથે તે રમતી હતી, પહેલી વાર માસિક પછી તે જ કૃષ્ણના વિગ્રહને સ્પર્શ કરવું તેને પાપ કહેવામાં આવે છે. જેના પછી થતાં વિવાદો અને મુશ્કેલીઓની વાર્તા છે ફિલ્મ 'માસૂમ સવાલ: ધ અનબૅરેબલ પેઇન'.

પોતાની ફિલ્મ 'માસૂમ સવાલ: ધ અનબૅરેબલ પેઇન' વિશે વાર્તાકાર અને નિર્દેશક સંતોષ ઉપાધ્યાય કહે છે કે, "જે રીતે ફિલ્મનું ટાઇટલ, 'માસૂમ સવાલ' પોતે જ બધું કહી દે છે આ સ્ટોરી એક નાનકડી બાળકી અને તેના માસૂમ પ્રશ્નોની છે. આખરે કેમ એક બાળકીને માસિકમાં ભગવાનની મૂર્તીનો સ્પર્શ કરવા દેવામાં આવતું, જેને તે ભગવાન માનતી જ નથી. ભાઇ માનતી આવે છે. આખરે કેવી રીતે માસિક દરમિયાન તે અશુદ્ધ થઇ જાય છે? કેમ તેને આ દિવસોમાં કડક અને જૂદાં પ્રકારના નિયમોનું પાલન કરવા મજબૂર થવું પડે છે? આ પ્રશ્ન છે જે આજની પેઢીને સતત થતાં રહે છે. તે પેઢી જે આજે ઘણી આઝાદીથી જીવે છે. જ્યારે એક મહિલા પોતાના માસિક ધર્મમાંથી પસાર થતી હોય છે તે સમયે તેની પીડા અસહ્ય હોય છે અને મારું માનવું છે એવા સમયે તેના પર લાદવામાં આવેલી રૂઢિવાદી વિચારધારા અને રોકટોકથી તે દુઃખાવો તે પીડા અનેકગણી વધી જાય છે. આજની સિનેમાને જોતાં તેના કોન્ટેન્ટમાં સશક્ત ફેરફાર આવ્યા છે, દર્શકો આજે અલગ પ્રકારના કોન્ટેન્ટની માગ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી ફક્ત લવસ્ટોરીઝથી આગળ વધીને અન્ય વિષયો તરફ વધી રહી છે, પછી તે કોઇ સામાજિક વિષય હોય કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિની સ્ટોરી. હું આને મૉડર્ન સિનેમા કહીશ."

નિર્દેશક સંતોષ ઉપાધ્યાય પોતાની વાત આગળ વધારતા કહે છે, "મને ખુશી અને ગર્વ છે કે હું આ સમયમાં એવા વિષય પર ફિલ્મ બનાવી શક્યો. એવો વિષય જે ખૂબ જ સંવેદનશીલ છે, તે વિષય જે જૂના કૂરિવાજો અને પ્રતિબંધો પર પ્રશ્ન ઉઠાવે છે. હું દ્રઢતાથી કહી શકું છે કે આ ફિલ્મ દર્શકોના મનમાં ઊંડી છાપ મૂકશે. ફિલ્મ જોતી વખતે અને તેના પછી લોકો પોતાના મનમાં પ્રશ્ન કરશે કે માસિક ધર્મના આવા નિયમોને બદલવાની જરૂર છે, આપણે આ ફેરફારને સ્વીકારીએ જે આ અસહ્ય પીડાને ઘટાડી શકે છે."

bollywood bollywood news bollywood ssips entertainment news