‘મેન્ટલ હૈ ક્યા’ના મોશન પોસ્ટમાં મેન ઈન બ્લેક બન્યા કંગના-રાજકુમાર

18 June, 2019 03:33 PM IST  | 

‘મેન્ટલ હૈ ક્યા’ના મોશન પોસ્ટમાં મેન ઈન બ્લેક બન્યા કંગના-રાજકુમાર

'મેન્ટલ હૈ ક્યા' મોશન પોસ્ટર રિલીઝ

વિવાદો વચ્ચે મેન્ટલ હૈ પહેલું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. મોશન પોસ્ટરમાં રાજકુમાર રાવ અને કંગના રનૌત એક નવા અવતારમાં દેખાઈ રહ્યા છે. મોશન પોસ્ટર તમને ફિલ્મમાં ડાર્કનેસનો અનુભવ કરાવે છે. પોસ્ટરમાં કંગના રનૌત માછલી પકડીને બેઠી દેખાઈ રહી છે અને ત્યારબાદ તે સળગી ઉઠે છે.

રાજકુમાર રાવે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મોશન પોસ્ટર પર શૅર કર્યું હતું. રાજકુમાર રાવે લખ્યું છે કે ફિલ્મ મેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર ટૂંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે. ઈન્સ્ટાગ્રામ પર મોશન પોસ્ટર શૅર કરતા રાજકુમાર રાવે લખ્યું હતું કે, આ શંકાસ્પદો આગ લગાડવા માટે તૈયાર છે તમે કોના પક્ષમાં રહેશે.

ફિલ્મ મેન્ટલ હૈ ક્યામાં કંગના નવા લૂકમાં દેખાઈ રહી છે. ફિલ્મમાં કંગનાનો હટકે લૂક જોવા મળશે. સૂત્રો અનુસાર મેન્ટલ હૈ ક્યા એક ડાર્ક ફિલ્મ છે. ફિલ્મ 2 શંકાસ્પદો કંગના રનૌત અને રાજકુમાર રાવની આસપાસ ફરતી રહે છે. ફિલ્મ એક એવી સ્ટોરી છે જે માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. આ સિવાય ફિલ્મમાં લોકોની માનસિકતા અને સામાજિક વિચારસરણીઓની આસપાસ ફરતી રહે છે. ફિલ્મમાં ડિપ્રેશન અને માનસિક બીમાર લોકોને લઈને ડિરેક્ટર્સ કઈક હટકે ફિલ્મ મેન્ટલ હૈ કયા લઈને આવી રહ્યા છે.

આ પણ વાંચો: એક વર્ષમાં બૉક્સ-ઑફિસ પર ૮૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો રણવીર સિંહે

માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મનું ટ્રેલર 19 જૂને રિલીઝ કરવામાં આવી શકે છે. મેકર્સ અને ટીમની સ્ટારકાસ્ટ ફિલ્મના ભવ્ય લોન્ચમાં હાજરી આપી શકે છે. મેન્ટલ હૈ કયા 26 જુલાઈ 2019ના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. 

kangana ranaut bollywood news gujarati mid-day