એમેઝૉન પ્રાઇમ વીડિયો પર 'પેંગ્વિન'નું પોસ્ટર રિલીઝ, 8 જૂને આવશે ટીઝર

06 June, 2020 07:05 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

એમેઝૉન પ્રાઇમ વીડિયો પર 'પેંગ્વિન'નું પોસ્ટર રિલીઝ, 8 જૂને આવશે ટીઝર

પેંગ્વિન પોસ્ટર રિલીઝ

એમેઝૉન પ્રાઇમ વીડિયોએ આજે મોસ્ટઅવેઇટેડ મનોવેજ્ઞાનિક થ્રિલર 'પેંગ્વિન'નું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. કાર્તિક સુબ્બારાજ, સ્ટોન બેન્ચ ફિલ્મ્સ અને પેશન સ્ટૂડિયો પ્રૉડક્શનની આ ફિલ્મમાં કીર્તિ સુરેશ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ રહસ્યમય પોસ્ટરે દર્શકોને ઉત્સુકતા વધારતાં એક યાદગાર અનુભવ આપવાનો વાયદો કર્યો છે.

અહીં જુઓ પોસ્ટર

ફિલ્મનું ટીઝર 8 જૂનના રિલીઝ કરવામાં આવશે અને ફિલ્મ એક્સક્લૂઝિવરીતે 19 જૂનના તામિળ, તેલુગુ અને મલયાલમમાં ડબ સાથે એમેઝૉન પ્રાઇમ વીડિયો પર લૉન્ચ થશે. એમેઝૉને પોતાના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

એમેઝૉને ટ્વીટમાં લખ્યું છે કે, "Expect the unexpected. #PenguinOnPrime premieres June 19 in Tamil and Telugu, with dub in Malayalam.

bollywood news entertainment news amazon prime