સડકની સુપારી:ટ્રેલરને ડિસ્‍લાઇક કરવા માટે યુટ્યુબ પર બન્યા 70000 વીડિયો

17 August, 2020 08:12 AM IST  |  Rajkot | Rashmin Shah

સડકની સુપારી:ટ્રેલરને ડિસ્‍લાઇક કરવા માટે યુટ્યુબ પર બન્યા 70000 વીડિયો

સડક 2

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુના કેસમાં ઇન્વૉલ્વ હોવાના આક્ષેપનો સામનો કરી રહેલી રિયા ચક્રવર્તી સાથે સંકળાયેલા હોવાના આક્ષેપ ભોગવતા મહેશ ભટ્ટ અને કરણ જોહરના શોમાં સુશાંતસિંહ રાજપૂત વિશે વાહિયાત કમેન્ટ કરનાર આલિયા ભટ્ટ તથા નેપોટિઝમના આક્ષેપો વચ્ચે ‘સડક 2’ના ટ્રેલરને ડિસ્‍લાઇક સવા કરોડના આંકડાને ટચ કરીને જસ્ટિન બીબરના વિડિયોની ડિસ્‍લાઇકના રેકૉર્ડને ક્રૉસ કરી ગયો અને એ પછી પણ લોકોનો આક્રોશ ઓછો નથી થયો. યુટ્યુબ વ્યુઅર્સ આ વિડિયોને વધુ ને વધુ ડિસ્‍લાઇક કરવામાં આવે એ માટે બધા એકબીજાને રીતસર ઉશ્કેરી રહ્યા છે.

જાણીને અચરજ થશે કે ‘સડક 2’ને ડિસ્‍લાઇક કરવા માટે લોકોને સમજાવતા ૭૦,૦૦૦થી વધુ વિડિયો છેલ્લા ચાર દિવસમાં બન્યા છે. આ વિડિયોમાં યુટ્યુબ-યુઝર્સ લોકોને સમજાવે છે કે શું કામ ‘સડક 2’ને ડિસ્‍લાઇક કરવી જોઈએ. બનેલા આ વિડિયોમાં અમુક વિડિયો તો એવા લોકોના છે જેમને હિન્દી સમજાતું નથી, પણ એ માત્ર ને માત્ર ‘સડક 2’ના વિરોધ માટે જ વિડિયો બનાવીને લોકોને સમજાવવાનું કામ કરે છે. ‘સડક 2’ના સોશ્યલ મીડિયા પર શરૂ થયેલા વિરોધ માટે ગઈ કાલે ‘મિડ-ડે’એ મહેશ ભટ્ટને ફોન કર્યો ત્યારે તેમણે એના વિશે વાત કરવાની ના પાડીને ફોન કટ કરી નાખ્યો હતો.

બૉલીવુડના એક પૉપ્યુલર ક્રિટિક્સે નામ રિવિલ નહીં કરવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘સડક 2’નો પ્રોમો આવ્યો એની આગલી સાંજે જ સંજય દત્તના કૅન્સરના ન્યુઝ આવ્યા. જોવાનું એ છે કે સંજુબાબા પ્રત્યેની સિમ્પથી પણ ‘સડક 2’ના પ્રોમો માટેનો હેટ-રેટ ઘટાડી નથી શક્યો અને ધારો કે બાબાના ફૅન્સે વિડિયો ડિસ્‍લાઇક ન કર્યો હોય તો વિચારો કે એવું ન બન્યું હોત તો આજે ‘સડક 2’ની ડિસ્‍લાઇકે વર્લ્ડના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા હોત.’

જસ્ટિન બીબરનું પહેલું સૉન્ગ ‘બેબી...’ રિલીઝ થયું જે તેના ફૅન્સને નહીં ગમતાં લોકોએ એને ડિસ્‍લાઇક આપવાનું શરૂ કર્યું, જે ૧૦ વર્ષે ૧૦ મિલ્યનને ક્રૉસ થઈ, પણ ‘સડક 2’એ માત્ર ૪ દિવસમાં આ રેકૉર્ડ તોડી નાખ્યો છે. હવે સૌથી વધારે ડિસ્‍લાઇકની રેસમાં માત્ર એક જ વિડિયો આગળ છે. યુટ્યુબે જ પ્રોડ્યુસ કરેલા ‘રિવાઇન્ડ ૨૦૧૮’ નામના વિડિયોની ડિસ્‍લાઇક ૧ કરોડ ૮૦ લાખની છે. ‘સડક 2’નો હેટ-રેટ જે રીતે વધી રહ્યો છે અને લોકો પણ જે રીતે ‘સડક 2’ને ડિસ્‍લાઇક કરવા માટે વિડિયો બનાવી રહ્યા છે એને જોતાં લાગે છે કે આવતા ચાર દિવસમાં ‘સડક 2’ નફરતના નંબર-વનના સ્થાને પહોંચી જશે.

બાબાને કારણે કેટલી ફિલ્મો અટકી?

‘સડક 2’નું પણ કામ બાકી હતું જે હવે વૉઇસ-આર્ટિસ્ટ અને પૅચવર્કથી પૂરું કરી લેવામાં આવ્યું છે કૅન્સરની ટ્રીટમેન્ટ પર લાગી ગયેલા સંજુબાબાનું ‘સડક 2’માં બે દિવસનું કામ બાકી હતું અને એનું ડબિંગ પણ બાકી હતું. ડબિંગ હવે વૉઇસ-આર્ટિસ્ટ પાસે કરાવી લેવામાં આવ્યું છે તો બે દિવસનું શૂટિંગ કૅન્સલ કરીને પૅચવર્કમાં રિપેરિંગ કરી લેવામાં આવ્યું છે. એ સિવાય સંજય દત્તની ‘સમશેરા’નું પણ પાંચ દિવસનું શૂટિંગ બાકી છે, તો યશરાજ ફિલ્મ્સની જ ‘પૃથ્વીરાજ’માં પણ સંજય દત્તનું ૧૪ દિવસનું શૂટિંગ બાકી છે. હોમ-પ્રોડક્શનમાં બનનારી સંજય દત્તની ફિલ્મ ‘જયસુખ ગોટાળે ચડ્યો’માં સંજય દત્તે ૨૦ દિવસનું શૂટિંગ કરવાનું હતું તો ‘કેજીએફ ચૅપ્ટર 2’માં સંજય દત્ત અધીરાનું કૅરૅક્ટર કરે છે, જેનું પાંચ દિવસનું શૂટિંગ બાકી છે તેમ જ ‘તોરબાઝ’નું સંજય દત્તનું ત્રણ દિવસનું શૂટિંગ અને ડબિંગ પણ બાકી રહી ગયું છે. ડબિંગની જ વાત કરીએ તો ‘ભુજ - ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા’નું પણ ડબિંગ હજી બાકી જ છે.

sanjay dutt alia bhatt aditya roy kapur bollywood bollywood news Rashmin Shah