LGBTQ કમ્યુનિટી માટે વધુ ફિલ્મો બનાવવાની જરૂર છે: હંસલ મેહતા

19 September, 2020 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

LGBTQ કમ્યુનિટી માટે વધુ ફિલ્મો બનાવવાની જરૂર છે: હંસલ મેહતા

હંસલ મેહતા

ફિલ્મમેકર હંસલ મેહતાનું કહેવું છે કે LGBTQ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિઅર ઍન્ડ ક્વેશ્ચનિંગ) કમ્યુનિટી માટે વધુ ફિલ્મો બનાવવાની જરૂર છે. તેમણે 2015માં બનાવેલી ‘અલીગઢ’ને ખાસ્સી પ્રશંસા મળી હતી. આ ફિલ્મ એક પ્રોફેસરની રિયલ લાઇફ પર આધારિત છે જેને તેના સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનને કારણે જૉબમાંથી કાઢવામાં આવે છે. LGBTQ કમ્યુનિટી વિશે હંસલ મેહતાએ કહ્યું હતું કે ‘સમાજમાં અને સિનેમામાં LGBTQ કમ્યુનિટીને લઈને ઘણુંખરું પરિવર્તન આવ્યું છે. જોકે મારું માનવું છે કે તેમના સંદર્ભે વધુ ફિલ્મો બનાવવાની જરૂર છે. સાથે જ એ વિષયને જેમ બને એમ સાધારણ બનાવવાની પણ જરૂર છે. ‘દોસ્તાના’થી માંડીને ‘કપૂર ઍન્ડ સન્સ’, ‘અલીગઢ’ અને ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ જેવી અનેક ફિલ્મો LGBTQ લોકો માટે બની છે. સમય સાથે એની સ્ટોરી વિકસિત થતી ગઈ છે. મારા વિશે કહું તો હું હંમેશાંથી સમયની સાથે સ્ટોરી કહેવા માગું છું. વાસ્તવિકતાની સ્ટોરી ફિલ્મોમાં દેખાડવામાં આવે તો એ સારી બાબત છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips hansal mehta