'મોન્ટુની બિટ્ટુ'માં દર્શકોને માણવા મળશે ઈશશશશ, ધક ધક અને માર ડાલા !

15 May, 2019 07:25 PM IST  |  અમદાવાદ | ભાવિન રાવલ

'મોન્ટુની બિટ્ટુ'માં દર્શકોને માણવા મળશે ઈશશશશ, ધક ધક અને માર ડાલા !

ફિલ્મમાં માધુરી દીક્ષતને અપાશે ટ્રિબ્યુટ

આરોહી પટેલ, મેહુલ સોલંકી અને મૌલિક નાયકની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ' ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ સમાપ્ત થઈ ચૂક્યુ છે અને પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. જો કે ફિલ્મ અત્યારથી જ દર્શકોમાં ઉત્સુક્તા જગવી રહી છે. અમદાવાદની પોળના કલ્ચર પર આધારિત એક યુવતીની વાત આ ફિલ્મમાં છે. વિજયગિરી બાવા 'પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર' બાદ મોન્ટુની બિટ્ટુ લઈને આવી રહ્યા છે. ત્યારે લોકો પણ ફિલ્મને લઈ ઉત્સુક દેખાઈ રહ્યા છે.

આ ફિલ્મ સ્ટોરીથી લઈને બીજી અનેક બાબતોમાં ખાસ છે. આરોહી, મેહુલ સોલંકી, મૌલિક નાયક, હેપ્પી ભાવસાર, હેમાંગ શાહ, પિંકી પરીખ, કૌશાંબી ભટ્ટ અને વિશાલ વૈશ્ય સહિતના કલાકારો સ્ટારકાસ્ટ સાથે આવી રહેલી આ ફિલ્મ તેના લૂક એન્ડ ફીલથી કલરફૂલ લાગી રહી છે. ફિલ્મની ખાસ વાત એ છે કે વિજયગિરી બાવાની આ ફિલ્મમાં ફરી એકવાર 90ના દાયકાની માધુરી દિક્ષીતની ઝલક તાજી થશે. ફિલ્મમાં એક ખાસ પાત્ર છે, આ કિરદારમાં દર્શકોને  માધુરીના આઈકોનીક ફિલ્મી કિરદારોની કલરફૂલ ઝલક દર્શકોના દિલો દિમાગમાં તાજી થશે. 90 ના દશકની ધક ધક ગર્લ આ પાત્ર હેપ્પી ભાવસાર ભજવી રહ્યા છે.  ફિલ્મમાં હેપ્પી ભાવસાર માધુરી દિક્ષીતની ડાય હાર્ટ ફેન મોહીની જોષીનો કિરદાર નિભાવી રહ્યા છે.

પોતાના પાત્ર વિશે હેપ્પી ભાવસારનું કહેવું છે કે,'ફિલ્મનું આ પાત્ર મારા માટે ખૂબ જ ખાસ છે. કારણ કે મને પર્સનલી માધુરી ખૂબ જ ગમે છે. એટલે વિજયે મને આ પાત્રમાં કાસ્ટ કરી એ માટે અને રામ અને પ્રાર્થીએ આ પાત્ર લખ્યું એ માટે હું ખૂબ જ થેન્કફુલ છું, કે મને માધુરી બનવાની તક મળી છે. ખાસ કરીને મેકઅપ કરનાર હેતુલ તપોધન, કોસ્ચ્યુમ ડિઝાઈનર ટ્વિંકલ ગિરી બાવા અને આશા પટેલનો પણ ખૂબ આભાર માનું છું કે મને આ લુક સુધી પહોંચવામાં આ બધાએ હેલ્પ કરી.' માધુરી વિશે અને પોતાના પાત્ર વિસે હેપ્પી ભાવસારનું કહેવું છે કે માધુરી ગોડેસ ઓફ ગ્રેસ છે. એ ફક્ત ડાન્સ જ લયમાં નથી કરતી, પરંતુ તેના આખા વ્યક્તિત્વમાં સંગીત વણાયેલું છે. માધુરીના ડાયલોગમાં મ્યુઝિક સંભળાય છે. મેં આ પાત્ર ભજવતા પહેલા દેવદાસ, ગજગામિની, હમ આપ કે હૈ કોન, સંગીત જેવી માધુરીની ફિલ્મો ફરી જોઈ છે. મેં ફિલ્મમાં માધુરીને જીવવાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચોઃ મોન્ટુની બિટ્ટુઃ'પ્રેમજી'ની સ્ટારકાસ્ટને રિપીટ કરવાનો રાઝ ખોલે છે પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા

જો કે ફિલ્મમાં માધુરી દીક્ષીત પર ઈન્સ્પાયર્ડ પાત્ર કયું છે અને હેપ્પી ભાવસાર કયું પાત્ર ભજવી રહ્યા છે તે રિવીલ નથી થયું. પરંતુ માધુરી દીક્ષીતને ટ્રિબ્યુટ આપવાની વાતથી જ હવે હેપ્પી ભાવસાર અને ફિલ્મના ચાહકો ઉત્સાહિત છે. હેપ્પીના આ પાત્ર માટે ખાસ માધુરી દીક્ષીતની આઈકોનિક ફિલ્મ્સ હમ આપ કે હૈ કોન, દેવદાસ ફિલ્મના કોસ્ચ્યુમ પણ ડીટ્ટો તૈયાર કરાયા છે. જેથી ફિલ્મમાં હેપ્પી ભાવસારનું પાત્ર માધુરી દીક્ષીત જેવું જ દેખાઈ શકે. ફિલ્મના આ કોસ્ચ્યુમ્સ ટ્વિંકલગિરી બાવાએ ડિઝાઈન કર્યા છે. રુહી ડિઝાઇનર સ્ટુડિયોના ઓનર આશા પટેલે હેપ્પી ભાવસાર નાયક માટે માધુરીના આઇકોનિક કોસ્ચ્યુમ્સ તૈયાર કર્યા !

 

madhuri dixit Raam Mori gujarat entertaintment