મિશન મંગલ બની અક્ષયકુમારની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ

09 September, 2019 08:20 AM IST  |  મુંબઈ

મિશન મંગલ બની અક્ષયકુમારની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ

અક્ષય કુમાર

અક્ષયકુમારની ‘મિશન મંગલ’ તેની અત્યાર સુધીની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની ગઈ છે. રજનીકાન્ત સાથેની ‘2.0’ તેની અત્યાર સુધીની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મે ૧૮૯.૫૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, કિર્તી કુલ્હારી, નિત્યા મૅનન અને શર્મન જોષી સાથેની અક્ષયકુમારની આ ફિલ્મે એ રેકૉર્ડ તોડી નાખ્યો છે. ‘મિશન મંગલ’એ અત્યાર સુધીમાં ૧૯૩.૧૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ હજી પણ બિઝનેસ કરી રહી છે અને એનું મિશન હવે બસો કરોડનો આંકડો છે.

આ પણ વાંચોઃ રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

akshay kumar vidya balan taapsee pannu bollywood