કોવિડ નેગેટિવ આવ્યા બાદ પાંચ કિલોમીટરની દોડ લગાવી મિલિંદ સોમણે

10 April, 2021 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેલ્થનો અર્થ એ નથી કે તમે બીમારીથી મુક્ત છો અને ફિટનેસનો અર્થ એ નથી કે તમારી પાસે સિક્સ-પૅક ઍબ્સ અને બાઇસેપ્સ હોય. તમારું દિમાગ શાંત રાખો અને શરીરને હંમેશાં સક્રિય રાખો.

મિલિંદ સોમણ

મિલિંદ સોમણે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પાંચ કિલોમીટરની દોડ લગાવી હતી. મિલિંદ ફિટનેસ ફ્રીક છે. મિલિંદને કોરોના થતાં તે કાઢો નિયમિતપણે પીતો હતો. પોતાનો રનિંગ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મિલિંદે કૅપ્શન આપી હતી કે ‘ખૂબ જ આરામથી દોડી શક્યો. પાંચ કિલોમીટર એ પણ ૪૦ મિનિટમાં. ખૂબ જ સારું લાગ્યું. રસ્તા પર ફરીથી આવવાથી રાહત મળી છે. કોવિડ-19ના બાદની અને લાંબા કોવિડની સ્ટોરીઝ સાંભળી રહ્યો છું. એથી થોડો ધીમો ચાલી રહ્યો છું. દર ૧૦ દિવસે ફેફસાની, બ્લડની અને અન્ય વસ્તુઓની ટેસ્ટ કરાવું છું. એક વાત હું જાણી ગયો છું કે કોવિડ એક વસ્તુ બની ગઈ છે. ૨૫ વર્ષથી મને કદી ફ્લુનાં લક્ષણો પણ નથી દેખાયા. એથી જે મને સામાન્ય તાવ અને થકાન લાગતી હતી એ અસામાન્ય હતી. આશા રાખું છું કે આપણે આપણી કાળજી રાખતા રહીશું. હેલ્થ અને ફિટનેસને સમજવું ખૂબ અગત્યનું છે. હેલ્થનો અર્થ એ નથી કે તમે બીમારીથી મુક્ત છો અને ફિટનેસનો અર્થ એ નથી કે તમારી પાસે સિક્સ-પૅક ઍબ્સ અને બાઇસેપ્સ હોય. તમારું દિમાગ શાંત રાખો અને શરીરને હંમેશાં સક્રિય રાખો.’

milind soman bollywood news bollywood bollywood gossips