ટ્રોલ્સ સારી ફિલ્મને આગળ વધતી ન અટકાવી શકે : મિલિંદ સોમણ

04 August, 2022 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘લાલ સિંહ ચઢ્ઢા’ના થતા વિરોધને જોતાં આમિરના સપોર્ટમાં તેણે આવું કહ્યું

મિલિંદ સોમણ

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ના થતા વિરોધને જોતાં મિલિંદ સોમણ આ ફિલ્મના સપોર્ટમાં આવ્યો છે. તેનું કહેવું છે કે કોઈ પણ સારી ફિલ્મોને ટ્રોલ્સથી કોઈ ફરક નથી પડતો. ૨૦૧૫માં આમિરે દેશ ઇન્ટૉલરન્ટ હોવાનું કહ્યું હતું. તેના એ વક્તવ્યને લઈને વર્તમાનમાં સોશ્યલ મીડિયામાં ‘બૉયકૉટ લાલ સિંહ ચઢ્ઢા’ ટ્રેન્ડ થઈ રહ્યો છે. એથી આમિર પણ નારાજ થયો છે અને તેણે લોકોને આ ફિલ્મનો વિરોધ ન કરવાની પણ વિનંતી કરી છે. મિલિંદ સોમણ તેના સપોર્ટમાં આગળ આવ્યો છે. ટ્વિટર પર મિલિંદ સોમણે ટ્વીટ કર્યું હતું કે ટ્રોલ્સ સારી ફિલ્મને આગળ વધતી ન અટકાવી શકે.

bollywood news bollywood laal singh chaddha aamir khan milind soman