Met gala 2019: પડતા પડતા માંડ બચી દીપિકા, વીડિયો થયો વાયરલ

09 May, 2019 02:24 PM IST  |  ન્યૂયૉર્ક

Met gala 2019: પડતા પડતા માંડ બચી દીપિકા, વીડિયો થયો વાયરલ

પડતા પડતા માંડ બચી દીપિકા

ન્યૂયૉર્કમાં થયેલા મેટ ગાલા 2019ને ત્રણ દિવસ થઈ ગયા છે. પરંતુ આજ સુધી સોશિયલ મીડિયા પર તેના ફોટોસ વાયરલ થઈ રહ્યા છે. બોલીવુડમાંથી દીપિકા અને પ્રિયંકાએ મેટ ગાલામાં શિરકત કરી હતી. બંનેના ફોટોસ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

ઈવેન્ટમાં પ્રિયંકાના લૂકનો મજાક બનાવવામાં આવ્યો જ્યારે દીપિકાની તુલના બાર્બી ડૉલ સાથે કરવામાં આવી. જો કે બંનેએ પોતાના ડ્રેસને સારી રીતે કેરી કર્યો હતો. આ ઈવેન્ટ દરમિયાન દીપિકા સાથે કાંઈક એવું થયું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દીપિકાએ મેટ ગાલામાં જે ડ્રેસ પહેર્યો હતો તે એટલો ભારે હતો કે તેને સંભાળવા માટે 2 લોકોની જરૂર પડી રહી હતી.


સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તેમાં દીપિકા માંડ માંડ પડતા બચી છે.વીડિયોમાં દીપિકાના એક હાથમાં કોલ્ડ ડ્રિંક છે જેને તે પી રહી છે. આ દરમિયાન જેવી તે આગળ ચાલે છે કે તે પડવાની હોય છે. જો કે જેમ-તમે તે પોતાને બચાવી લે છે.

આ પણ વાંચોઃ બોલીવુડથી લઈને હોલીવુડના સિતારાઓ ઉતર્યા મેટ ગાલાના પિંક કાર્પેટ પર, જુઓ તસવીરો

deepika padukone priyanka chopra