જાણો કોણ છે 'ગુલાબો સિતાબો'ની બેગમ ફારુખ ઝફર, બિગબીથી વધારે છે ચર્ચામાં

13 June, 2020 02:29 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

જાણો કોણ છે 'ગુલાબો સિતાબો'ની બેગમ ફારુખ ઝફર, બિગબીથી વધારે છે ચર્ચામાં

ફારુખ ઝફર

ફિલ્મ 'ગુલાબો સિતાબો'માં અમિતાભ બચ્ચનનાં બેગમનું પાત્ર ભજવનાર અભિનેત્રી ફારુખ ઝફરની ચર્ચા બિગબીથી પણ વધારે થઈ રહી છે. 87 વર્ષની ફારુખ ઝફર બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં સમયથી કામ કરી રહ્યા છે. જાણો તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો

ફારુખ ઝફરે પોતાના બોલીવુડ કરિઅરની શરૂઆત વર્ષ 1981માં આવેલી ફિલ્મ 'ઉમરાવ જાન' સાથે કરી હતી. આ ફિલ્મમાં તેમણે રેખાના પાત્ર 'અમીરન' ઉર્ફે 'ઉમરાવ જાન'ની માતાનું પાત્ર ભજવ્યું હતું.

ફિલ્મોમાં આવતાં પહેલા ફારુખ ઝફરે 1963માં લખનઉના વિવિધ ભારતી રેડિયો સ્ટેશનમાં અનાઉન્સર તરીકે કામ શરૂ કર્યું હતું.

ફારુખ ઝફરે શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'સ્વદેશ'માં પણ કામ કર્યું છે. ખરી ઓળખ તેમને આ ફિલ્મ દ્વારા મળી. તેમણે પીપલી લાઇવ, પાર્ચડ, સુલ્તાન અને સીક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ફારુખે ટીવી શૉઝ જેવા કે હુસ્ન એ જાના, આધા ગાંવ અને નીમ કા પેડમાં પણ કામ કર્યું છે.

ફારુખ ઝફરના પતિ એક સ્વતંત્રતા સેનાની અને પત્રકાર હતા. પછીથી તેમણે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો. ઝફરને બે દીકરી મેહરુ અને શાહીન છે. તો મેહરૂ ઝફર એક લેખિકા છે.

bollywood bollywood news bollywood gossips amitabh bachchan entertainment news