લગનજીવનો અર્થ હવે પહેલાં જેવો નથી રહ્યો : સોની રાઝદાન

14 November, 2019 09:45 AM IST  |  Mumbai

લગનજીવનો અર્થ હવે પહેલાં જેવો નથી રહ્યો : સોની રાઝદાન

સોની રાઝદાન

સોની રાઝદાનનું કહેવું છે કે લગ્નમાં હવે પહેલાં જેવો પાવર નથી રહ્યો. હોટસ્ટાર સ્પેશ્યલની ‘આઉટ ઑફ લવ’માં સોની રાઝદાન નાનકડી ભૂમિકા ભજવી રહી છે. આ વિશે વધુ જણાવતાં સોની રાઝદાને કહ્યું હતું કે ‘શો ‘આઉટ ઑફ લવ’માં ચીટિંગની વાત કરવામાં આવી છે અને એની અસર લોકોના સંબંધ પર કેવી રીતે પડે છે એ પણ જોઈ શકાશે. આજે મહિલાઓ ઇકોનોમિકલ પણ ખૂબ જ ઇન્ડિપેન્ડન્ટ બની ગઈ છે અને લગ્નજીવનમાં હવે પહેલાં જેટલો પાવર નથી રહ્યો. હું ચીટિંગનો પ્રચાર નથી કરી રહી, પરંતુ એને ઓબ્જેક્ટીવલી જોઈ રહી છું. ચિટીંગ કંઈ સારી વાત નથી, પરંતુ એ સતત જોવા મળી રહી છે આથી મને લાગે છે કે લગ્નમાં એટલો પાવર નથી રહ્યો. ૧૦૦ વર્ષ પહેલાં લગ્નનો જે મતલબ હતો એ આજે નથી રહ્યો. આજે મહિલાઓને ટેકન-ફોર-ગ્રાન્ટેડ નહીં લઈ શકાય. જોકે એનો એ મતલબ પણ નથી કે લોકોએ લગ્ન ન કરવા જોઈએ. જો વ્યક્તિ ઇચ્છે તો બધુ શક્ય છે.’

soni razdan alia bhatt