કોટાને લઈને થયેલી કન્ટ્રોવર્સી વિશે મર્દાની 2ના ડિરેક્ટરે કહ્યું...

21 November, 2019 09:38 AM IST  |  Mumbai

કોટાને લઈને થયેલી કન્ટ્રોવર્સી વિશે મર્દાની 2ના ડિરેક્ટરે કહ્યું...

મર્દાની 2ને લઈને વિવાદ

રાની મુખરજીની ‘મર્દાની ૨’ના ડિરેક્ટરનું કહેવું છે કે ફિલ્મમાં કોટાનું નામ ફક્ત રેફરન્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું છે, શહેરને બદનામ કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી. આ ફિલ્મમાં નાની બાળકીઓ પર થતા ક્રાઇમ અને ચાઇલ્ડ ટ્રાફિકિંગની સાથે બળાત્કાર વિશે પણ વાત કરવામાં આવી છે. ટ્રેલર રિલીઝ થયા બાદ રાજસ્થાનના કોટાના લોકો એનાથી ખુશ નથી કારણ કે ફિલ્મમાં આ ઘટના કોટામાં થઈ હોય એવું દેખાડવામાં આવ્યું છે. ફિલ્મના રાઇટર-ડિરેક્ટર ગોપી પુત્રણે આ વિશે કહ્યું હતું કે ‘અમારી ‘મર્દાની ૨’માં આપણા દેશમાં બળાત્કાર અને બાળકો પર થતાં ક્રાઇમ જેવા સોશ્યલ ઇશ્યુ વિશે વાત કરવામાં આવી છે. આવા કોઈ પણ સમાચારથી કોઈ પણ વ્યક્તિને દુખ થાય છે અને એક રાઇટર તરીકે હું આ ઇશ્યુને લોકો સમક્ષ રજૂ કરવા માગતો હતો. ઇન્ડિયાના યુથ આજે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે એના પર પ્રકાશ પાડવો જરૂરી છે. આપણા દેશમાં છેલ્લા ચાર વર્ષમાં જેટલા પણ આવા ક્રાઇમ થયા છે એનાથી હું ખૂબ જ દુખી છું. એક વ્યક્તિ તરીકે આ સમાચાર વાંચીને પણ મને ખૂબ જ ડર લાગતો હતો કારણ કે આ ઘટના મારી ફૅમિલી અથવા તો હું જે પણ વ્યક્તિને ઓળખું છું એમાંથી કોઈની પણ સાથે થઈ શકે છે. આથી આ ધૃણાસ્પદ કાર્ય કરનારાથી લોકોનો જાગૃત કરવા માટે મેં આ ફિલ્મ બનાવી છે. રિયલમાં બનેલી ઘટનાઓ પરથી ઇન્સ્પાયર થઈને મેં ફિલ્મ બનાવી છે, પરંતુ એ કોઈ ડૉક્યુમેન્ટરી નથી. એને એક ફિલ્મ તરીકે જ જોવા માટે હું લોકોને વિનંતી કરું છું. કોટાને ફિલ્મમાં એક બૅકડ્રોપ તરીકે ઉપયોગમાં લેવાયું છે. અમે એવું જરા પણ કહેવા નથી માગતા કે આ તમામ ઘટના કોટામાં થઈ છે અને અમે શહેરની આબરૂ પણ ખરાબ કરવા નથી માગતા. જો કોઈ પણ કારણસર કોટાના લોકોની ભાવનાઓને દુખ પહોંચ્યુ હોય તો એ માટે હું માફી માગુ છું.’

આ પણ જુઓઃ આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

ફિલ્મમા ટ્રેલરમાં લખવામાં આવ્યું છે કે આ ફિલ્મને સત્યઘટના પરથી ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવી છે. આથી કોટાના લોકોને એ માટે દુખ પહોંચ્યુ છે, પરંતુ યશરાજ ફિલ્મ્સ દ્વારા સત્યઘટના પરથી ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવી હોવાનું વાક્ય હવે ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવશે.

rani mukerji entertaintment