13 February, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માન્યતા દત્ત અને સંજય દત્ત
સંજય દત્ત અને માન્યતા દત્તે તેમની પંદરમી ઍનિવર્સરીનું સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનનો વિડિયો માન્યતાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા બાદ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. આ વિડિયો શૅર કરીને માન્યતાએ કૅપ્શન આપી હતી, ‘૨૧ વર્ષથી સાથે છીએ. આપણે એકદમ રિયલ રહ્યાં છીએ. આપણે ભૂલો કરી છે. આપણે સૉરી કહીએ છીએ. આપણે સેકન્ડ ચાન્સ આપીએ છીએ. આપણે એકબીજાને માફ કરી દઈએ છીએ. આપણે મસ્તી કરીએ છીએ. આપણે એકબીજાને ભેટીએ છીએ. આપણે ખૂબ જોર-જોરથી બોલીએ છીએ. આપણે ખૂબ ધીરજ રાખીએ છીએ. આપણે પ્રેમ કરીએ છીએ. આપણે પ્રેમી છીએ. મારા બેટર હાફ સંજય દત્તને પંદરમી ઍનિવર્સરીની શુભેચ્છા.’
આ વિડિયોને લઈને તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. આ ટ્રોલ પાછળનું કારણ તેમનો ડ્રન્ક ડાન્સ છે. સેલિબ્રેશન દરમ્યાન તેઓ ડ્રિન્ક કરી રહ્યાં હતાં અને ત્યાર બાદ તેમણે ડાન્સ કર્યો હતો. આ ડાન્સને લઈને તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.