યુવાનોએ ભૂલમાંથી શીખવું જોઈએ: માનુષી છિલ્લર

12 August, 2020 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવાનોએ ભૂલમાંથી શીખવું જોઈએ: માનુષી છિલ્લર

માનુષી છિલ્લર

માનુષી છિલ્લરનું કહેવું છે કે યુવાનોએ તેમની ઓળખ મેળવી તેમની ભૂલોમાંથી શીખવું જોઈએ. માનુષી 2017માં મિસ વર્લ્ડ બની હતી અને તે અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તે યુનિસેફ સાથે મળીને ઘણા સોશ્યલ કૉઝને પણ સપોર્ટ કરી રહી છે. યુનાઇટેડ નેશન આજે ઇન્ટરનૅશનલ યુવા ડેને સેલિબ્રેટ કરી રહ્યું છે અને એની થીમ છે ગ્લોબલ ઍક્શન માટે યુથ એન્ગેજમેન્ટ. યુવાનો લોકલ અને નૅશનલની સાથે ગ્લોબલ લેવલ પર એન્ગેજ રહે એ ખૂબ જ જરૂરી છે. આ વિશે માનુષીનું કહેવું છે કે ‘આપણા દેશના યુવાનો આજે ટેક્નૉલૉજીના તોફાનમાં તણાઈ રહ્યા છે. એના ફાયદા હોવાની સાથે નુકસાન પણ છે. બાળકોનો જ્યારે વિકાસ થઈ રહ્યો હોય ત્યારે તેમણે ઑનલાઇન ટ્રોલ અને હેટનો સામનો ન થવો જોઈએ. યુવાનો જે છે એ બનીને રહેવા માટે તેમને સ્વતંત્રતા મળવી જોઈએ. તેઓ તેમની ઓળખ મેળવી, તેમની ભૂલો પરથી શીખે એ ખૂબ જ જરૂરી છે. આપણી આસપાસની દરરોજ જોવા મળતી નેગેટિવિટીને દૂર કરવા માટે આપણે સ્ટ્રૉન્ગ હોઈએ અને આપણા માટે શું જરૂરી છે અને શું નહીં એ જાણી શકીએ એટલા સક્ષમ બનીએ એ માટે હું પ્રાર્થના કરું છું.’

સોશ્યલ મીડિયા વિશે માનુષીએ કહ્યું હતું કે ‘કેટલા લાઇક્સ, કેટલા શૅર અને કેટલી કમેન્ટ મળી છે એના માટે આજે યુવાનો પ્રેશર લઈ રહ્યા છે. હું ઇચ્છું છું કે તેમને એ વાતની ખબર પડે કે આ બધી વસ્તુ લાઇફમાં મૅટર નથી કરતી. આપણે કોણ છીએ, આપણી વૅલ્યુ શું છે, આપણે બીજી વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ તેમ જ આપણી ફૅમિલી, ફ્રેન્ડ્સ, પર્યાવરણ અને દેશ પ્રતિ આપણે કેટલા જવાબદાર છીએ એ વધુ મૅટર કરે છે. યુવાનો અને બાળકો આજે કોરોના વાઇરસને કારણે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે જેની અસર તેમના ભવિષ્ય પર પડવાની છે. આશા રાખું છું કે આ યુવાનોને એક્સપ્લોર કરતાં અને એક્સપ્રેસ કરતાં ન અટકાવે. યુવાનો કોઈ પણ પ્રકારના ડર વગર અને સ્વતંત્રતાથી રહે એ જરૂરી છે. આ ઇન્ટરનૅશનલ યુથ દિવસે હું યુવાનોને વિનંતી કરું છું કે તેઓ આ નકામા પ્રેશરને તેમના પર હાવી ન થવા દે અને સતત સપનાં જોવાનું ચાલુ રાખે. આ યુવાનો જ આપણા ભવિષ્યને આકાર આપશે.’

entertainment news bollywood bollywood news bollywood gossips manushi chhillar