EXCLUSIVE:અમિત શાહના રોલ વિશે મનોજ જોષી સાથે ખાસ વાતચીત

14 February, 2019 10:02 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

EXCLUSIVE:અમિત શાહના રોલ વિશે મનોજ જોષી સાથે ખાસ વાતચીત

અમિત શાહના ગેટ અપમાં મનોજ જોષી

ફિલ્મ મોદીની લાઇફ પરથી તો એમાં અમિત શાહનો રોલ કેવડો છે?

હં... ગ્રૅજ્યુઅલી બન્ને કૅરૅક્ટર આગળ વધે છે. ફિલ્મમાં અમિત શાહની કરીઅરનાં પાંત્રીસ વર્ષ દેખાડવામાં આવ્યાં છે. વિદ્યાર્થી આંદોલનથી શરૂ થઈને વિશ્વની સૌથી મોટી પાર્ટીના પ્રેસિડન્ટ સુધીની આ સફરમાં કુલ પાંચ લુક છે. ફિલ્મ રિયલ લાઇફ પર આધારિત છે એટલે નેવું ટકા કૅરૅક્ટરનાં નામો પણ સાચાં છે. અમિત શાહના કૅરૅક્ટરનું નામ અમિત શાહ જ છે.

અમિત શાહનો રોલ સ્વીકારવાનું ખાસ કોઈ કારણ?

તેમની કુનેહ, બુદ્ધિમત્તા અને સંગઠન સાચવી રાખીને સંગઠનને બહોળું બનાવવાની શક્તિ ચાણક્યને છાજે એવી છે. ચાણક્ય મને હંમેશાં આકર્ષે છે એટલે સ્વાભાવિક રીતે મને અમિત શાહ માટે પણ હંમેશાં આકર્ષણ હતું, જે હવે આ ફિલ્મમાં કામ લાગશે.

રોલ માટે કોઈ ખાસ તૈયારી

ગુજરાતી છું અને અમદાવાદી સારી રીતે જાણું છું એટલે લૅન્ગ્વેજ પર કામ કરવાની જરૂર નથી, પણ વેઇટ દસથી પંદર કિલો વધારવાનું છે અને હેરસ્ટાઇલ માટે અમુક વાળો ઉતારવા પડશે.

ફિલ્મના ડિરેક્ટર ઓમંગકુમાર પહેલેથી જ ક્લિયર હતા કે અમિત શાહના રોલમાં તેમને મનોજ જોષી સિવાય કોઈ જોઈતું નથી. તેમણે કહ્યું હતું કે ‘માત્ર અમિત શાહ જેવા લુકને કારણે નહીં, પણ મનોજે જે રીતે ચાણક્યનું કૅરૅક્ટર નિભાવ્યું છે એ જોઈને પણ મને મનોજ જોષી જ આ રોલમાં બેસ્ટ લાગે છે. અમિત શાહનું પણ મહત્વ એવું જ છે જેવું મહત્વ ચંદ્રગુપ્તની લાઇફમાં ચાણક્યનું હતું.’

અમિત શાહના કૅરૅક્ટર માટે મનોજ જોષીએ દસથી પંદર કિલો વેઇટ વધારવાનું છે, જે માટે તેમણે ઑલરેડી કામ શરૂ કરી દીધું છે. ગઈ કાલે રાજકોટમાં મનોજ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી અને અમિત શાહની કેમિસ્ટ્રી વિશ્વના કોઈ પણ રાજનેતાની શ્રેષ્ઠ જોડી જેવી છે. બન્ને વચ્ચે આંખોથી વાતો પણ થઈ જાય અને નરેન્દ્રભાઈએ આંખથી આપેલો આદેશ અમિતભાઈ એક પણ જાતની વાતચીત વિના સીધો અમલમાં મૂકી પણ દે.’

manoj joshi Rashmin Shah amit shah bollywood