ગૅન્ગસ્ટર વિકાસ દુબેને સ્ક્રીન પર સાકાર કરવા માગે છે મનોજ બાજપાઈ

11 July, 2020 09:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૅન્ગસ્ટર વિકાસ દુબેને સ્ક્રીન પર સાકાર કરવા માગે છે મનોજ બાજપાઈ

ઉત્તર પ્રદેશના ગૅન્ગસ્ટર વિકાસ દુબેની લાઇફને પડદા પર સાકાર કરવાની ઇચ્છા મનોજ બાજપાઈને છે. ગઈ કાલે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એથી લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે બૉલીવુડમાં કદાચ તેની લાઇફ પર ફિલ્મ બની શકે છે. એ વિશે પ્રોડ્યુસર સંદીપ કપૂરે કહ્યું હતું કે ‘મનોજ બાજપાઈ સાથે એ ગૅન્ગસ્ટર પર ફિલ્મ બનવી જોઈએ.’

એના પર પ્રતિક્રિયા આપતાં મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘મેં પણ સાંભળ્યુ છે કે એ રોલ માટે મારા નામની ચર્ચા થઈ રહી છે. જો એ કૅરૅક્ટર અને સ્ક્રિપ્ટ સારી રહી તો એ રિયલ લાઇફ કૅરૅક્ટરને ભજવવાની મજા આવશે. એવું કહેવામાં આવે છે કે એ વ્યક્તિની લાઇફ ખૂબ રોમાંચથી ભરપૂર હતી અને તેની લાઇફને સ્ક્રીન પર દેખાડવી ઇન્ટરેસ્ટિંગ રહેશે. ચાલો જોઈએ, શું થાય છે. એ કૅરૅક્ટરને ભજવવા માટે હું ઉત્સાહિત છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips upcoming movie manoj bajpayee uttar pradesh