‘બંદા’નું ન્યુ યૉર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સ્ક્રીનિંગ

11 May, 2023 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ZEE 5 પર આ ફિલ્મ ૨૩ મેએ રિલીઝ થવાની છે.

મનોજ બાજપાઈ

ન્યુ યૉર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજ બાજપાઈની ‘બંદા’નું સ્ક્રીનિંગ થવાનું છે. આ ફિલ્મને અપૂર્વ સિંહ કર્કીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વકીલ પૂનમચંદ સોલંકીના રોલમાં મનોજ બાજપાઈ દેખાવાનો છે. ZEE 5 પર આ ફિલ્મ ૨૩ મેએ રિલીઝ થવાની છે. જોકે ૧૩ મેએ આ ફિલ્મ ન્યુ યૉર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવશે. સાથે જ મનોજ બાજપાઈ પણ એમાં હાજર રહેશે, જે હાજર લોકોના સવાલોના જવાબ પણ આપશે. પોતાના રોલ વિશે મનોજ બાજપાઈએ કહ્યું કે ‘​ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં વકીલ પૂનમચંદ સોલંકીનો રોલ કરવો એ મારા માટે અદ્ભુત અનુભવ રહ્યો કેમ કે એની સ્ટોરી સામાન્ય વ્યક્તિની સામે આવનાર પડકારોનો સામનો કરવાની અસાધારણ લડાઈની સ્ટોરી છે. આશા છે કે દર્શકોને એ જોડશે અને વિજયની સ્ટોરીના તેઓ સાક્ષી બનશે. સાથે જ પૂનમચંદ સોલંકીએ એ સિદ્ધિ મેળવવા માટે કેવી મહેનત કરી છે એના પણ.’

entertainment news bollywood news bollywood gossips bollywood asaram bapu manoj bajpayee